- ગુજરાતના આ 18 વર્ષીય કિશોર છે પ્રતિભાશાળી
- આ કિશોરને 91 દેશના રાષ્ટ્રીય ગીત કંઠસ્થ છે
- હાલમાં તે ક્લાસિકલ મ્યુઝિકનો અભ્યાસ કરી રહ્યો છે
નવી દિલ્હી: ગુજરાતમાં રહેતા એક 18 વર્ષીય કિશોરને 91 દેશના રાષ્ટ્ર ગીત કંઠસ્થ છે. આ અંગે વડોદરાના નિવાસી અર્થવ અમિત મૂલેનું કહેવું છે કે, મેં 91 દેશોના રાષ્ટ્ર ગીત કંઠસ્થ કર્યા છે. જેમાં અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને યૂનાઇટેડ કિંગડમનો સમાવેશ થાય છે. હાલમાં તે ક્લાસિકલ મ્યુઝિકનો અભ્યાસ કરી રહ્યો છે. તેનું કહેવું છે કે, જ્યારથી તે વસુધૈવ કુટુંબમાં માનતો થયો ત્યારે એને વિચાર આવ્યો કે તેને પણ અન્ય દેશોના રાષ્ટ્રગીત કંઠસ્થ હોવા જોઇએ.
સર્ટિફિકેટથી સન્માનિત
ન્યૂઝીલેન્ડ, થાઇલેન્ડ, યમન, કતાર, સિરીયા સહિતના અન્ય 69 દેશોના રાષ્ટ્રગીતનું પઠન કરવા બદલ ઇન્ડિયા બુક ઑફ રેકોર્ડ્સ દ્વારા આ કિશોરને ગત 6 માર્ચ, 2021ના રોજ એક સર્ટિફિકેટથી સન્માનિત પણ કરવામાં આવ્યો હતો.
અથર્વ અમિત મૂલેનો દાવો છે કે, “મેં 91 દેશોના રાષ્ટ્રગીત મોઢે કર્યા છે. મારા પરિવારના સભ્યો પણ ક્લાસિકલ મ્યુઝિકનો અભ્યાસ કરે છે. મારા મમ્મી, દાદા-દાદી અને મારા મામા પણ ક્લાસિકલ મ્યુઝિકના વ્યવસાયમાં છે.”
અર્થવ મૂલેએ ઉમેર્યુ હતું કે, હાલ, તે કર્ણાટકનું મ્યુઝિક શીખી રહ્યો છે અને વીણા વગાડે છે. અન્ય દેશોના મ્યુઝિક કેવા પ્રકારના હોય છે તે જાણવા મે અન્ય દેશોના રાષ્ટ્રગીત શીખવાનું શરૂ કર્યું. આખરે, ધીરે ધીરે હું વિવિધ દેશોના રાષ્ટ્રગીત શીખી ગયો.