- કોરોનાના કહેર વચ્ચે ભારતમાં સૌથી ઝડપી ગતિએ રસીકરણ
- ભારતમાં 85 દિવસમાં 10 કરોડ લોકોને ડોઝ આપવામાં આવ્યો
- રસીકરણ મામલે ભારતે અમેરિકા તેમજ ચીનને પણ પછાડ્યું
નવી દિલ્હી: કોરોનાના કહેર વચ્ચે ભારતે વિશ્વનુ સૌથી ઝડપી રસીકરણ હાથ ધર્યું છે. જેના ભાગરૂપે 85 દિવસમાં લોકોને રસીના 10 કરોડ ડોઝ મૂકવામાં આવ્યા છે.
બીજી તરફ અમેરિકા અને ચીનની વાત કરીએ તો આ બંને દેશને આટલા ડોઝ આપતા અનુક્રમે 89 અને 102 દિવસ લાગી ગયા હતા. સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર વૈશ્વિક સ્તરે અપાતા કોરોનાની રસીના ડોઝના મામલે ભારત સૌથી ટોચ પર છે. દેશમાં રોજ સરેરાશ 38.93 લાખ ડોઝ આપવામાં આવી રહ્યા છે.
અત્યાર સુધીમાં જે રસીકરણ થયુ છે તેમાંથી 60 ટકા આઠ રાજ્યોમાં થયુ છે.જેમાં મહારાષ્ટ્ર, ગુજરાત, યુપી, રાજસ્થાન, પ.બંગાળ ,કર્ણાટક અને મધ્યપ્રદેશ અને કેરાલાનો સમાવેશ થાય છે.
કોરોનાના કહેરે ભારતમાં હાહાકાર મચાવ્યો છે ત્યારે બીજી તરફ કોરોનાની રસીની અછતની બૂમો રાજ્યો પાડી રહ્યા છે અને તેની વચ્ચે કેન્દ્ર સરકારે ઉપરોક્ત આંકડા જાહેર કર્યા છે.
(સંકેત)