Site icon Revoi.in

કાશ્મીરના લોકો સાથે સંવાદ સ્થાપિત કરવા ભારતીય સેનાની ‘ચાય પે ચર્ચા’ પહેલ

Social Share

નવી દિલ્હી: કાશ્મીર ખીણમાં લોકો સાથે સંવાદ સ્થાપિત કરવાના હેતુસર ભારતીય સેનાએ પણ હવે ચાય પે ચર્ચા અભિયાન શરૂ કરી દીધું છે. ચાય પે ચર્ચા અભિયાન શરૂ કરી દીધું છે. આ કાર્યક્રમ હેઠળ સેનાના જવાનો ખાસ કરીને અંતરિયાળ વિસ્તારના ગામડાઓમાં જઇને ત્યાંના સ્થાનિક લોકો સાથે સંવાદ સ્થાપિત કરશે. આ પ્રકારના કાર્યક્રમોનું આયોજન સેના તરફથી થશે. જેની શરૂઆત બાંદીપુરા વિસ્તારના ગામડાંથી થઇ છે. અહીંયા સેનાની 13મી રાષ્ટ્રીય રાયફલ્સના જવાનોએ ચાય પે ચર્ચા કાર્યક્રમનું આયોજન કર્યું હતું અને લોકો સાથે ચા પીતા પીતા તેમના પ્રશ્નો અને બીજી બાબતો અંગે ચર્ચા કરી હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર, આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સ્થાનિકોએ ભાગ લીધો હતો. કાર્યક્રમ દરમિયાન ગીત સંગીતની પણ મહેફિલ જામી હતી અને લોકોના દિલ જીતવા માટે કાશ્મીરી ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. સેનાએ આ અંગે કહ્યું હતું કે, આ પ્રકારના કાર્યક્રમોથી ગામડાની સમસ્યાઓને ઉકેલ લાવવા માટેનો પ્રયાસ થઇ શકશે.

આ દરમિયાન આ ગામને સરપંચને પણ વિશ્વાસ છે કે, આવા કાર્યક્રમોના કારણે ગ્રામ્ય વિસ્તારના વિકાસમાં મદદ મળશે તેમજ લોકો પણ સેનાની કામગીરી અંગે પરિચિત થશે.

(સંકેત)