- ભારતમાં ત્રીજી લહેર કન્ફર્મ
- કોવિડ ટાસ્ક ફોર્સે જ કહ્યું
- દિલ્હી-મુંબઇમાં ઓમિક્રોનનો 75 ટકા કેસ
નવી દિલ્હી: દેશમાં સતત વધી રહેલા કેસને જોતા હવે ત્રીજી લહેરે દસ્તક દીધી છે કે નહીં તેને લઇને અનેક અટકળો છે ત્યારે દેશમાં સંક્રમણની ત્રીજી લહેર આવી ચૂકી છે તેવું કોરોના ટાસ્ક ફોર્સના ચીફ એન કે અરોડાએ જણાવ્યું છે.
કોરોના ટાસ્ક ફોર્સના ચીફ એન કે અરોડાએ કહ્યું કે, દેશમાં સંક્રમણની ત્રીજી લહેર આવી ચૂકી છે. નેશનલ ટેકનિકલ એડવાઇઝરી ગ્રુપ ઑન ઇમ્યૂનાઇઝેશનના ચેરમેન અરોડાએ કહ્યું કે,ભારતમાં કોવિડના ઓમિક્રોન વેરિએન્ટ વાળા મોટા શહેરમાં આવી રહ્યા છે.
અરોડાએ વધુમાં ઉમેર્યું હતું કે, દિલ્હી, મુંબઇ અને કોલકાતા જેવા મોટા શહેરોમાં આ તેજીથી ફેલાઇ રહ્યો છે. ઓમિક્રોન વેરિએન્ટના 75 ટકા કેસ સામે આવી રહ્યા છે. આ વેરિએન્ટ સૌથી પહેલા દક્ષિણ આફ્રિકામાં નવેમ્બર મહિનામાં મળ્યા હતા.
દેશમાં જેટલા પણ વેરિએન્ટ જીનોમ સિક્વેન્સ આવ્યા છે. તે અનુસાર આપણા દેશમાં ઓમિક્રોનનો પહેલો કેસ ડિસેમ્બરના પહેલા સપ્તાહમાં આવ્યો હતો. એટલા માટે આ સપ્તાહે રાષ્ટ્રીય સ્તરે ઓળખવામાં આવેલા વેરિએન્ટમાંથી 12 ટકા ઓમિક્રોનના હતા અને હવે આ 28 ટકા છે. આ દેશમાં તેજીથી સંક્રમણ ફેલાવી રહ્યા છે. ખાસ કરીને મુંબઇ, દિલ્હી અને કોલકાતા જેવા શહેરોમાં ઓમિક્રોનના 75 ટકા કેસ છે.
મહત્વનું છે કે, ભારતમાં કોવિડનું પ્રસરણ ઝડપી ગતિએ વધી રહ્યું છે. અત્યાર સુધીમાં ઓમિક્રોનથી 1700થી વધુ લોકો સંક્રમિત થયા છે. જેમાંથી મોટા ભાગના કેસ મહારાષ્ટ્રના છે જ્યાં તેના 510 કેસ આવ્યા છે. દેશમાં કોવિડના નવા કેસમાં પણ 20 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે.