Site icon Revoi.in

ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ વીરતા પુરસ્કારની જાહેરાત, નીરજ ચોપડાને આ મેડલથી કરાશે સન્માનિત

Social Share

નવી દિલ્હી: આવતીકાલે ગણતંત્ર દિવસ છે ત્યારે ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ સરકારે 384 લોકોને વીરતા પુરસ્કાર આપવાની જાહેરાત કરી છે. જેમાં ટોક્યો ઓલિમ્પિકમાં ભારત માટે ગોલ્ડ મેડલ જીતી સુવર્ણ ઇતિહાસ રચનાર પ્રતિભાશાળી નીરજ ચોપડાને પરમ વિશિષ્ટ સેવા મેડલથી સન્માનિત કરાશે.

ગણતંત્ર દિવસ પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ તરફતી વીરતા પુરસ્કારોના નામને મંજૂરી આપવામાં આવી છે. આ લિસ્ટમાં કુલ 384 લોકોના નામની જાહેરાત થઇ છે. સરકારે જે સૂચિ જારી કરી છે તેમાં ઓલિમ્પિક ગોલ્ડ મેડલિસ્ટ નીરજ ચોપડાનું નામ સામેલ છે.

સરકાર દ્વારા જે વીરતા પુરસ્કારની જાહેરાત કરવામાં આવી છે તેમાં 12 શૌર્ય ચક્ર, 29 પરમ સેવા વિશિષ્ટ સેવા મેડલ, 13 યુદ્વ સેવા મેડલ, 122 વિશિષ્ટ સેવા મેડલ, 4 ઉત્તમ યુદ્વ સેવા મેડલ અને 53 અતિ વિશિષ્ટ સેવા મેડલ સમાવિષ્ટ છે. કુલ 384 લોકોને વીરતા પુરસ્કાર આપવાની જાહેરાત કરાઇ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, નીરજને અનેક વખત બહુમાન પ્રાપ્ત થયું છે. ટ્રેક એન્ડ ફિલ્ડ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતનાર નીરજ પ્રથમ ભારતીય એથ્લેટ છે. તેણે ટોક્યોમાં યોજાયેલી ઓલિમ્પિક ગેમ્સમાં 87.58 મીટર દૂર ભાલુ ફેંકીને મેડલ જીત્યો હતો. ગત વર્ષે નવેમ્બરમાં તેમને મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ મંગળવારે જે રાષ્ટ્રપતિ ભવનમાં 384 સંરક્ષણ કર્મચારીઓને વીરતા અને અન્ય પુરસ્કારોથી સન્માનિત કરશે.