- આગામી વર્ષે માર્ચ મહિનામાં 94મો ઓસ્કર એવોર્ડ સમારંભ યોજાશે
- આ માટે ભારતની બે ફિલ્મ ‘શેરની’ અને ‘સરદાર ઉધમ સિંહ’ નોમિનેટ થઇ
- આ વર્ષે ભારતીય સિનેમાની 14 ફિલ્મોને શોર્ટલિસ્ટ કરાઇ છે
નવી દિલ્હી: આગામી વર્ષે માર્ચ મહિના દરમિયાન 94મો ઓસ્કાર એવોર્ડ સમારંભ યોજાશે. દર વર્ષે આ ઓસ્કાર એવોર્ડ સમારંભમાં ભારતીય સિનેમાની અનેક ફિલ્મોની પણ પસંદગી કરવામાં આવે છે. આ વખતે ઓસ્કાર 2022 માટે ભારતની બે ફિલ્મોને નોમિનેટ કરવામાં આવી છે. આ વખતે વિક્કી કૌશલની ફિલ્મ ‘સરદાર ઉધમ સિંહ’ અને વિદ્યા બાલનની ‘શેરની’ને નોમિનેટ કરવામાં આવી છે.
ઓસ્કાર એવોર્ડ માટેની જ્યુરીએ આ વર્ષે ભારતીય સિનેમાની 14 ફિલ્મોને શોર્ટલિસ્ટ કરી છે. અહીંયા આપને એક વસ્તુ જણાવી દઇએ કે તેમાંથી માત્ર એક જ ફિલ્મ ફાઇનલ માટે શોર્ટલિસ્ટ થશે. આ 14 ફિલ્મોમાં મલયાલમ ફિલ્મ ‘નાયટુ’, તમિલ ફિલ્મ ‘મંડેલા’, હિંદી ફિલ્મોમાં વિદ્યા બાલન સ્ટારર ‘શેરની’ અને વિક્કી કૌશલ સ્ટારર ‘સરદાર ઉધમ સિંહ’ સામેલ છે.
ઓસ્કાર એવોર્ડમાં વિદેશી શ્રેણીમાં વિદ્યા બાલનની શેરની અન વિક્કી કૌશલની ફિલ્મ સરદાર ઉદ્યમ સિંહની ગણના થઇ રહી છે. વિદ્યા બાલન સ્ટારર ‘શેરની’નું નિર્દેશન અમિત મસુરકર દ્વારા કરવામાં આવ્યું છે જેમાં તે એક વન અધિકારીની ભૂમિકામાં જોવા મળી રહી છે.
બીજી તરફ વિક્કી કૌશલ સ્ટારર ‘સરદાર ઉધમ’માં વિક્કી કૌશલ ક્રાંતિકારી સરદાર ઉધમ સિંહની ભૂમિકામાં છે. આ એ વીર ક્રાંતિકારીની કહાની છે જેણે વર્ષ 1919ના જલિયાંવાલા બાગ હત્યાકાંડનો બદલો લેવા માટે એક બ્રિટિશ અધિકારીને ગોળી મારી હતી.