Site icon Revoi.in

હવે આ પ્રકારના આધાર કાર્ડ નહીં ગણાય માન્ય, UIDAIએ ગ્રાહકોને આપી જાણકારી

Social Share

નવી દિલ્હી: આજે કોઇપણ નાના મોટા સરકારી કે અન્ય કામકાજ માટે આધાર કાર્ડ એક મહત્વનો ઓળખ માટેનો પુરાવો બની ગયો છે. તેથી જ તેનું મહત્વ પણ તેટલું જ વધુ છે. તે અગત્યનું ઓળખનું પ્રમાણપત્ર છે.

આધાર કાર્ડમાં કેટલીક જરૂર જાણકારી હોવાથી તે એક યૂનિક ડોક્યુમેન્ટ કહેવાય છે. હવે તો બાળકોના શાળામાં પ્રવેશ માટે પણ આધાર કાર્ડ આવશ્યક દસ્તાવેજ બની ગયું છે.

ઘણા લોકો અત્યારે સ્માર્ટ આધાર કાર્ડ માટે એપ્લાય કરે છે. પરંતુ સ્માર્ટ આધાર કાર્ડને લઇને UIDAIએ ગ્રાહકોને એલર્ટ કર્યા છે. UIDAIએ ટ્વિટ કરીને આ માહિતી આપી છે કે ગ્રાહકો ખુલ્લા માર્કેટથી પીવીસી આધારની કૉપીનો ઉપયોગ નહીં કરે. હકીકતમાં, UIDAIએ ગ્રાહકોની સુરક્ષા તેમજ સિક્યોરિટીને ધ્યાનમાં રાખી આ પ્રકારના આધાર કાર્ડનો ઉપયોગ ના કરવાની અપીલ કરી છે.

UIDAIએ ટ્વિટ કરીને માહિતી આપી છે કે, જો કોઇ ગ્રાહક પીવીસી કાર્ડ અથવા પ્લાસ્ટિક કાર્ડ કે પછી સ્માર્ટ આધાર કાર્ડ ખુલ્લા માર્કેટથી બનાવે છે તો તે માન્ય ગણાશે નહીં. ગ્રાહક કોઇપણ આધાર કાર્ડ દ્વારા પોતાનું કામ ચલાવી શકે છે.

UIDAIએ વધુમાં યૂઝર્સને એ અંગે પણ માહિતગાર કર્યા છે કે, uidai.gov.in પરથી ડાઉનલોડ કરવામાં આવેલું આધાર અથવા આધાર લેટર અથવા એમ-આધાર પ્રોફાઇલ તેમજ આધાર પીવીસી કાર્ડ, જે UIDAI તરફથી જાહેર કરવામાં આવ્યું હોય. એવા કાર્ડને આધાર કાર્ડ સાથે જોડાયેલા કામમાં ઉપયોગ કરી શકાય છે.