- તહેવારોની સિઝનમાં રેલવેના ગેઝેટડ કર્મચારીઓને મોદી સરકારની લ્હાણી
- 11 લાખ 56 હજારથી વધુ કર્મચારીઓને 78 દિવસનું બોનસ અપાશે
- તેનાથી સરકારી તિજોરી પર 1985 કરોડ રૂપિયાનો બોજો પડશે
નવી દિલ્હી: તહેવારોની સીઝન આવી રહી છે ત્યારે ભારતીય રેલવેના ગેઝેટેડ કર્મચારીઓને મોદી સરકારે લ્હાણી કરી છે. આ કર્મચારીઓને દિવાળીના તહેવારો દરમિયાન 78 દિવસનું બોનસ અપાશે. આ અંગે કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે, આમ તો ગણતરીના આધાર પર 72 દિવસનું બોનસ અપાય છે, પરંતુ આ વખતે 6 દિવસનું વધારાનું બોનસ અપાશે.
#Cabinet approves Productivity Linked Bonus to railway employees for the financial year 2020-21
The financial implication of payment of 78 days' PLB to railway employees has been estimated to be ₹1984.73 crore
Read: https://t.co/rcxWlVwUwX pic.twitter.com/ibWNGLzxss
— Office of Mr. Anurag Thakur (@Anurag_Office) October 6, 2021
સરકારના આ નિર્ણયથી 11 લાખ 56 હજારથી વધુ કર્મચારીઓ લાભાન્વિત થશે. તેનાથી સરકારી તિજોરી પર 1985 કરોડ રૂપિયાનો બોજો પડશે. અતિ વિષમ સંજોગો હોવા છતાં સરકારે આ નિર્ણય લીધો છે. ટેક્સટાઇલ મંત્રાલય સાથે જોડાયેલા નિર્ણયની પણ અનુરાગ ઠાકુરે જાહેરાત કરી હતી. તેમાં પાંચ વર્ષમાં 4445 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે. આ યોજનાથી ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝને મોટા ફેરફારની આશા છે.
પ્રાપ્ત જાણકારી અનુસાર, પીએમ મિત્ર યોજનામાં 7 મેગા ઇન્ટીગ્રેટેડ ટેક્સટાઇલ રીજનલ એન્ડ અપેરલ પાર્ક તૈયાર કરાશે. તેનાથી 7 લાખ લોકોને પ્રત્યક્ષ અને 14 લાખ લોકોને અપ્રત્યક્ષ રોજગારી મળવાની આશા છે. આ યોજનાને લઇને 10 રાજ્યોએ ઇચ્છા દર્શાવી છે.