Site icon Revoi.in

ભારત વર્ષ 2022ના અંત સુધીમાં બે માનવરહિત મિશન લૉંચ કરશે: જીતેન્દ્ર સિંહ

Social Share

નવી દિલ્હી: ભારત હવે અવકાશ ક્ષેત્રે પણ અમેરિકા, રશિયા જેવા દેશોને ટક્કર આપી રહ્યું છે અને અનેક મિશનો લોંચ કરવાની તૈયારી કરી રહ્યું છે. ભારત વર્ષ 2022ના અંત સુધીમાં બે માનવરહિત મિશન લોન્ચ કરશે. કેન્દ્રીય મંત્રી જીતેન્દ્ર સિંહે સંસદમાં આ જાણકારી આપી છે. ભારત આગામી વર્ષે માનવ અવકાશ ઉડાન કાર્યક્રમ ગગનયાન માટે પણ તૈયારી કરી રહ્યું છે.

અવકાશ પ્રોજેક્ટ્સ પર વાત કરતા કેન્દ્રીય મંત્રી જીતેન્દ્ર સિંહે રાજ્યસભામાં જણાવ્યું કે, શુક્ર મિશન 2022 માટે આયોજન કરવામાં આવ્યું છે, તે ઉપરાંત સૌર મિશન 2022-23 અને સ્પેસ સ્ટેશન 2030 સુધીમાં થશે. કોવિડ-19 રોગચાળાને કારણે અવકાશ પ્રોજેક્ટ્સમાં વિલંબ થયું હોવાનું પણ જીતેન્દ્ર સિંહે કહ્યું હતું.

જીતેન્દ્ર સિંહે જણાવ્યું કે, આગામી વર્ષે ગગનયાન પહેલા અમે બે માનવરહિત મિશન પૂર્ણ કરવાના છીએ. આ અમારી યોજનામાં સામેલ છે.

નોંધનીય છે કે, ભારત 2022ના અંતમાં, એટલે કે આગામી વર્ષના પ્રારંભમાં ગગનયાન પહેલા માનવરહિત મિશન શરૂ કરશે. તેણે એમ પણ કહ્યું હતું કે, તેની સાથે રોબોટ હશે જેને વાયુમિત્ર નામ આપવામાં આવ્યું છે.