- લખીમપુર હિંસા મામલે યુપીના સીએમ યોગી આદિત્યનાથે પ્રથમવાર મૌન તોડ્યું
- લખીમપુર હિંસાની ઘટનાઓ ખોટી હતી
- હાલમાં સીટ આ કેસની તટસ્થ તપાસ કરી રહી છે
નવી દિલ્હી: લખીમપુર હિંસાના પડઘા જ્યારે દેશમાં પડ્યાં છે ત્યારે હવે પ્રથમવાર યુપીના સીએમ યોગી આદિત્યનાથે આ હિંસા મામલે મૌન તોડ્યું છે.
એક કાર્યક્રમ દરમિયાન યુપીના સીએમ યોગી આદિત્યનાથે કહ્યું હતું કે, લખીમપુરની બંને ઘટનાઓ ખોટી હતી અને હાલમાં સીટ આ કેસની તટસ્થ રીતે તપાસ કરી રહી છે.
એક કાર્યક્રમ દરમિયાન સીએમ યોગી આદિત્યનાથે આ ઘટના અંગે વાત કરતા કહ્યું હતું કે, આ ઘટનાઓ ખોટી હતી અને હાલમાં તેની તપાસ કરવામાં આવી રહી છે. સરકારે આ માટે સીટને ગઠિત કરી છે. તેનો રિપોર્ટ આવવા દો એટલે મંત્રી પણ જશે અને લોકો પણ જશે. પરંતુ કોર્ટે એવા બધાની પોલ ખોલવાની જરૂરી છે કે આ લોકોને ચહેરો શું છે. લખીમપુર ઘટનામાં સમગ્ર કાર્યવાહી પારદર્શી છે. સરકાર કોઇને પણ આંગળી ઉઠાવવાની તક નહીં આપે.
વર્ષ 2017 પહેલા યુપીના યુવાનોને હીન નજરે જોવામાં આવતા પરંતુ હવે સાંપ્રત સમયમાં તેવું નથી. યુપીનો કાયદો અને વ્યવસ્થા હવે એક દાખલો બન્યો છે.
નોંધનીય છે કે, લખીમપુરમાં ભાજપના નેતાઓ અને કાર્યકરો અને ખેડૂતો વચ્ચે હિંસક ઘર્ષણ થયું હતું. આ હિંસક ઘર્ષણ દરમિયાન કેન્દ્રીય મંત્રી અજય મિશ્રાના પુત્ર આશિષ પર કારમાં ખેડૂતોને કચડી નાખવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. આ ઘટનામાં ચાર ખેડૂતો સહિત આઠ લોકોનાં મોત થયા હતા.