UP ELECTIONS 2022: કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો, 20 લાખ યુવાઓને સરકારી નોકરીઓ આપ્યો વાયદો
- યુપી વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસે યુવાઓને ધ્યાનમાં રાખી ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો
- 20 લાખ યુવાઓને સરકારી નોકરી આપવાનો કર્યો વાયદો
- સંસ્કૃત વિદ્યાલયોમાં ભરતી કરાશે
નવી દિલ્હી: ભારતના પાંચ રાજ્યોમાં આગામી વિધાનસભા ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે અને દરેક રાજકીય પક્ષો ચૂંટણી જીતવા માટે કોઇ કસર છોડવા નથી માંગતા. આજે કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી તેમજ પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ યુવાઓને કેન્દ્રમાં રાખીને ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે.
યુપીમાં સરકારી ભરતી માટે યુવાઓના સંઘર્ષને જોતા ખાસ કરીને ચૂંટણી ઢંઢેરામાં ભરતી પર વિશેષ ધ્યાન રાખવામાં આવ્યું છે. કોંગ્રેસે ચૂંટણી ઢંઢેરામાં 20 લાખ યુવાઓને રોજગારી પ્રદાન કરવાનો વાયદો કર્યો છે.
યુપીની યૂનિવર્સિટીઓમાં વિદ્યાર્થીઓ માટે ચૂંટણી યોજવાનો વાયદો કરવામાં આવ્યો છે. તેનું કારણ એ છે કે યુનિવર્સિટીઓમાં ઘણા વખતથી ચૂંટણી યોજાઇ રહી નથી.
ચૂંટણી ઢંઢેરામાં નીચે પ્રમાણેના વાયદા કરવામાં આવ્યા છે
સંસ્કૃત વિદ્યાલયો અને મદ્રેસાઓમાં ઉર્દુ શિક્ષકોની ભરતી કરાશે
100થી વધારે ઉદ્યોગો જ્યાં હશે ત્યાં ક્લસ્ટર બનાવાશે
યુનિ.ઓ, કોલેજો, પોલીસ, આંગણવાડી કાર્યકર્તાઓની ખાલી પોસ્ટ પર ભરતી કરાશે
ભરતી પ્રક્રિયામાં ફોર્મ માટે પૈસા નહીં લેવાય
પરીક્ષા માટે આવવા જવા ટ્રેન કે બસનુ ભાડુ લેવામાં નહીં આવે
ભરતી પ્રક્રિયા માટે પરીક્ષા લેવાથી માંડીને નોકરી માટે એપોઈન્ટમેન્ટ લેટર આપવા સુધી જોબ કેલેન્ડર બનશે
ભરતીમાં ગોટાળા પર લગામ કસવામાં આવશે
શિક્ષણના બજેટમાં વધારો કરાશે
યુનિવર્સિટીઓમાં અને કોલેજોમાં ફ્રી વાઈ ફાઈ, લાઈબ્રેરી અને મેસ જેવી સુવિધાઓ વધારાશે
ઈકોનોમિકલી બેકવર્ડ ક્લાસ માટે કોલેજો અને યુનિવર્સિટીઓમાં પ્રી અને પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ આપવામાં આવશે
રોજગાર માટે પાંચ ટકા વ્યાજ પર એક લાખ રુપિયાની લોન મળશે