Site icon Revoi.in

યુપી સરકારનો રમુજભર્યો તર્ક – પાકિસ્તાનથી આવતી હવા પ્રદૂષણ ફેલાવે છે, તો સુપ્રીમે સામે આ જવાબ આપ્યો

Social Share

નવી દિલ્હી: દિલ્હી-NCRમાં ભયજનક સ્તરે વાયુ પ્રદૂષણનો ખતરો સતત વધી રહ્યો છે. આજે વાયુ પ્રદૂષણને લઇને સુપ્રીમમાં વધુ એક વખત સુનાવણી હાથ ધરાઇ હતી. આ દરમિયાન એક રમુજ પણ થઇ હતી.

આ સુનાવણી દરમિયાન જે રમુજ થઇ હતી તે એ હતી કે, ઉત્તરપ્રદેશ સરકારે સુપ્રીમ કોર્ટમાં એવો રમૂજી તર્ક આપ્યો હતો કે, પાકિસ્તાન તરફથી આવતી પ્રદૂષિત હવા દિલ્હીને અસર કરી રહી છે. યુપીના ઉદ્યોગોનો ધુમાડો દિલ્હી તરફ નથી જતો. પરંતુ તે તો બીજી તરફ જતો રહે છે.

ઉત્તરપ્રદેશ સરકાર તરફથી વકીલ રંજિત કુમારે કહ્યું હતું કે અમારી તરફથી હવા દિલ્હી નથી આવતી. અમે પોતે હવાના વહેણની દિશામાં છીએ. હવા [પાકિસ્તાન તરફથી આવી રહી છે. જેની સેમ ચીફ જસ્ટિસ સીવી રમન્નાએ મજાકમાં પૂછ્યું હતું કે તો શું તમે પાકિસ્તાનનાં ઉદ્યોગ પણ બંધ કરાવવા માંગો છો?

સુપ્રીમ કોર્ટે આગામી સુનાવણી આવતા શુક્રવારે થશે તેવું જણાવ્યું હતું. કોર્ટે યુપી સરકારને કહ્યું હતું કે, શેરડી કે દૂધ અને ખાંડના કારખાનાઓ લાંબો સમય ચાલુ રાખવાની માંગ લઇને ટાસ્ક ફોર્સ કમિટી સામે અરજી કરવામાં આવે. આ ઉપરાંત સુપ્રીમ કોર્ટ દિલ્હી સરકાર દ્વારા બનાવવામાં આવી રહેલા હોસ્પિટલના નિર્માણકાર્યને ચાલુ રાખવાની પણ પરવાનગી આપી દીધી હતી.

એર ક્વોલિટી મેનેજમેન્ટ કમિશને સર્વોચ્ચ અદાલતમાં એક સોગંદનામું દાખલ કર્યું હતું અને કહ્યું છે કે તેમણે હવાના પ્રદૂષણને નિયંત્રિત કરવા માટેના નિર્દેશોના પાલન પર દેખરેખ રાખવા માટે એક એન્ફોર્સમેન્ટ ટાસ્ક ફોર્સની રચના કરી છે. 17 સભ્યોની ફ્લાઈંગ ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે.