1. Home
  2. ગુજરાતી
  3. હવે અપરિણીત છોકરીઓ પણ આપી શકશે નેશનલ ડિફેન્સ એક્ઝામ, UPSCએ લીધો આ નિર્ણય
હવે અપરિણીત છોકરીઓ પણ આપી શકશે નેશનલ ડિફેન્સ એક્ઝામ, UPSCએ લીધો આ નિર્ણય

હવે અપરિણીત છોકરીઓ પણ આપી શકશે નેશનલ ડિફેન્સ એક્ઝામ, UPSCએ લીધો આ નિર્ણય

0
Social Share
  • હવે અપરિણીત છોકરીઓ નેશનલ ડિફેન્સ એક્ઝામ આપી શકશે
  • UPSCએ આ માટે નોટિફિકેશન બહાર પાડ્યું
  • સુપ્રીમના આદેશ બાદ આયોગે આ નિર્ણય લીધો

નવી દિલ્હી: હવે અપરિણીત મહિલાઓ પણ નેશનલ ડિફેન્સ એકેડમીની પરીક્ષા આપી શકશે. યુનિયન પબ્લિક સર્વિસ કમિશને શુક્રવારે આ માટે અપરિણીત મહિલાઓને અરજી કરવાની મંજૂરી આપી હતી. આપને જણાવી દઇએ કે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ આયોગે આ નિર્ણય લીધો છે. સુપ્રીમ કોર્ટે નવેમ્બરમાં યોજાનારી એનડીએ પરીક્ષામાં મહિલાઓને સામેલ કરવાનો આદેશ આપ્યો હતો અને યુપીએસસીને આ સંબંધમાં નવું નોટિફિકેશન જાહેર કરવાનો આદેશ આપ્યો હતો.

અગાઉ સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને 22 સપ્ટેમ્બરના ચુકાદામાં નેશનલ ડિફેન્સ એકેડમીમાં પ્રવેશ માટેની પરીક્ષા છોકરીઓને પણ આપવા દેવા આદેશ આપ્યો હતો. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં નવી નીતિને લાગૂ કરવા માટે વધુ સમયથી માંગ કરી હતી. કેન્દ્ર દ્વારા કોર્ટને જણાવવામાં આવ્યું હતું કે, આ વખતે પૂરતો સમય નથી તેથી મહિલાઓ આ વર્ષે પરીક્ષામાં સામેલ નહીં થઇ શકે. જો કે સુપ્રીમે સરકારની આ વાતને નકારી કાઢી હતી. સુપ્રીમ કોર્ટે સરકારને મહિલાઓને પણ પરીક્ષામાં સામેલ કરવા આદેશ આપ્યો હતો. આ વર્ષે નવેમ્બરમાં પરીક્ષા યોજાવાની છે.

કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને કહ્યું હતું કે, તેઓ મહિલાઓને આગામી વર્ષે મે મહિના પચી જ એનડીએની પરીક્ષામાં સામેલ કરી શકશે. સુપ્રીમ કોર્ટે સરકારની માંગને નકારી કાઢીને મહિલાઓને પરીક્ષામાં સામેલ કરવા માટે કહ્યું છે. સુપ્રીમ કોર્ટે સરકારને નીતિઓને લાગુ કરવા માટે 6 મહિનાનો વધુ સમય આપવાનો પણ ઇન્કાર કરી દીધો હતો. મંગળવારે જ સરકારે કહ્યું હતું કે, મહિલાઓ એનડીએના માધ્યમથી એડમિશન મેળવી શકશે.

યુપીએસસી દ્ધારા જાહેર કરાયેલા નિવેદન અનુસાર 24 સપ્ટેમ્બરથી આઠ ઓક્ટોબર સુધી મહિલા ઉમેદવારો અરજી કરી શકશે. જ્યારે શારીરિક માપદંડો અને મહિલા ઉમેદવારો માટે ખાલી ઉમેદવારોની સંખ્યા રક્ષા મંત્રાલય તરફથી પ્રાપ્ત થયા બાદ જાણ કરવામાં આવશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code