ભારતની મુલાકાત કરશે અમેરિકી વિદેશ મંત્રી, પાક, અફઘાનિસ્તાન સહિત અનેક મુદ્દે કરાશે ચર્ચા
- ભારતના પ્રવાસે આવશે અમેરિકી વિદેશ મંત્રી
- આ દરમિયાન તેઓ વિદેશ મંત્રી અને પીએમ મોદી સાથે કરશે મુલાકાત
- બંને વચ્ચે અનેક મુદ્દાઓ પર થશે વાતચીત
નવી દિલ્હી: અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિંકન 27 જુલાઇએ ભારતની મુલાકાતે આવી રહ્યા છે. આ દરમિયાન તેમની પીએમ મોદી અને વિદેશ મંત્રી એસ જયશંકર સાથે મુલાકાત થશે. તેમની આ યાત્રા મહત્વની છે. અમેરિકાના વિદેશ યાત્રા સાથે જોડાયેલા સૂત્રુસાર આતંકવાદને નાણાકીય પોષણ અને સુરક્ષિત આસરો આપનારા પાકિસ્તાન પર સતત દબાવ બનાવવાની જરૂરિયાત પર પણ બંને દેશો વચ્ચે વાતચીત થશે.
તે ઉપરાંત આ બેઠકમાં અફઘાનિસ્તાનમાંથી અમેરિકી સૈનિકોની વાપસીના મુદ્દે પણ ચર્ચા કરવામાં આવી શકે છે. ભારત સ્વાસ્થ્ય પ્રોટોકોલનું પાલન કરતા આંતરરાષ્ટ્રીય યાત્રાને તબક્કાવાર શરૂ કરવાની પણ માંગ કરશે.
રક્ષા ક્ષેત્રમાં બંને પક્ષ સહયોગને વધુ મજબૂત કરવા વિશે ચર્ચા કરશે. અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિંકનની ભારત યાત્રા દ્વિપક્ષીય સહયોગને વધુ મજબૂત કરવાનો અવસર આપશે. ક્વાડ સગયોગમાં મજબૂતી પર ચર્ચા, વાતચીતનો એક મુખ્ય વિષય રહેશે.
બ્લિંકનની ભારત યાત્રા સાથે જોડાયેલા સૂત્રોએ જણાવ્યું કે બંને પક્ષ હિંદ-પ્રશાંત સંબંધિત કોવિડ સહયોગ અને સુરક્ષાના પરિદ્રશ્ય પર કેન્દ્રીય આકલન એકબીજાને આપશે.
અમેરિકી વિદેશ મંત્રીના ભારત પ્રવાસ પહેલા સંયુક્ત રાષ્ટ્ર અમેરિકાએ કહ્યુ છે કે ભારત અને પાકિસ્તાનને પોતાના દ્વિપક્ષીય મુદ્દાને હલ કરવા માટે એક-બીજા સાથે કામ કરવાની જરૂર છે. અમેરિકાએ તે પણ કહ્યું કે, તેણે બંને પાડોશીઓને હંમેશા આગળ વધારવા માટે અને વધુ સ્થિર સંબંધ બનાવવા માટે હંમેશા પ્રોસ્તાહિત કર્યા છે.