Site icon Revoi.in

સામાન્ય બજેટ પૂર્વે મોદી સરકારનો મહત્વનો નિર્ણય, IIM અમદાવાદમાંથી ભણેલા અનંત નાગેશ્વરનની મુખ્ય આર્થિક સલાહકાર તરીકે નિમણૂંક

Social Share

નવી દિલ્હી: સામાન્ય બજેટ રજૂ કરતા પહેલા મોદી સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. મોદી સરકારે IIM Ahmedabad માંથી ભણેલા V Anantha Nageswaranની નવા મુખ્ય આર્થિક સલાહકાર તરીકે નિમણૂંક કરી છે. ભારત સરકારના નાણા મંત્રાલાય દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે.

મુખ્ય આર્થિક સલાહકાર તરીકે વી અનંત નાગેશ્વરને આજે પદભાર સંભાળ્યો છે.

આ નિમણૂક પહેલા, ડૉ. નાગેશ્વરન લેખક, શિક્ષક તેમજ સલાહકાર તરીકે કામ કરી ચૂક્યા છે. તેમણે ભારત અને સિંગાપોરની ઘણી બિઝનેસ સ્કૂલ અને મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટમાં શિક્ષણકાર્ય ઉપરાંત લેખન પણ વ્યાપક રીતે કર્યું છે.

વી. અનંત નાગેશ્વરન IFMR ગ્રેજ્યુએટ સ્કૂલ ઑફ બિઝનેસના ડીન અને બીજી ઘણી યુનિ.માં અર્થશાસ્ત્રના વિશિષ્ટ વિઝિટિંગ પ્રોફેસર રહી ચૂક્યા છે.

આપને જણાવી દઇએ કે, તેઓ 2019 થી 2021 સુધી ભારતના વડા પ્રધાનની આર્થિક સલાહકાર પરિષદના ટેમ્પરરી સભ્ય પણ રહ્યા છે. તેમણે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટ, અમદાવાદમાંથી મેનેજમેન્ટમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા અને યુનિવર્સિટીમાંથી ડોક્ટરેટની ડિગ્રી મેળવી છે.