ચિંતાજનક: દેશમાં હજુ 10 કરોડ લોકોએ નથી લીધો વેક્સિનનો બીજો ડોઝ, સરકાર પણ ચિંતામાં
- દેશમાં 100 કરોડને વેક્સિનની સામે સરકાર સામે અન્ય એક સમસ્યા
- દેશમાં 10 કરોડ લોકો વેક્સિનનો બીજો ડોઝ લેવા આવ્યા નથી
- સરકારે પણ ચિંતા વ્યક્ત કરી
નવી દિલ્હી: એક તરફ દેશ 100 કરોડની વેક્સિનેશનના લક્ષ્યને સિદ્વ કરવા તરફ આગેકૂચ કરવા જઇ રહ્યો છે ત્યારે બીજી તરફ દેશમાં 10 કરોડ લોકો એવા પણ છે જે વેક્સિનનો બીજો ડોઝ લેવા આવ્યા નથી. નીતિ આયોગના સદસ્ય વીકે પૉલે પણ બીજો ડોઝ લેનારની સંખ્યામાં ઘટાડા અંગે ચિંતા વ્યક્ત કરી છે.
બીજા ડોઝને લઇને લોકોની ઢીલાશ પર ચિંતા વ્યક્ત કરતા વીકે પૉલે કહ્યું કે, દેશમાં હજુ એવા 10 કરોડ લોકો છે જે પહેલો ડોઝ લીધા બાદ વેક્સિનનો બીજો ડોઝ લેવા આવી રહ્યા નથી. આવા લોકોને અપીલ કરાય છે કે પોતાનો ડર અને ભય દૂર કરીને બીજો ડોઝ લેવા આગળ આવે.
પોલે વેક્સિનેશનનું મહત્વ સમજાવતા કહ્યું હતું કે, માત્ર એક ડોઝ લેવાથી કોરોના વિરુદ્વ આંશિક રોગપ્રતિકારક શક્તિ મળે છે પરંતુ જ્યારે બંને ડોઝ લેવાય ત્યારે વધુ ઇમ્યુનિટી મળે છે. બૂસ્ટર ડોઝની જરૂરિયાત પર કહ્યુ કે, આની જરૂરિયાત પર વૈજ્ઞાનિકો નિર્ણય લે તે જરૂરી છે.
નોંધનીય છે કે, ભારત હવે વેક્સિનેશનના મોરચે એક સિદ્વિ તરફ આગળ વધી રહ્યો છે. ભારતમાં અત્યાર સુધી 99.19 કરોડ વેક્સિનનો ડોઝ લગાવી ચૂકી છે. દેશમાં 70,23,83,368 લોકોને વેક્સિનનો એક ડોઝ લાગ્યો છે જ્યારે 28,89,54,257 ફુલ્લી વેક્સિનેટેડ થઇ ચૂક્યા છે. આ આંકડો કેટલાક દેશોની વસતીથી પણ વધારે છે.