Site icon Revoi.in

ઉત્તરપ્રદેશની સરકારનો નિર્ણય: શુક્રવાર રાત્રે 8 વાગ્યાથી મંગળવાર સવારે 7 વાગ્યા સુધી લોકડાઉન

Social Share

નવી દિલ્હી: કોરોના સંક્રમણ બેકાબૂ બનતા હવે ઉત્તર પ્રદેશની યોગી સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. વીકેન્ડ લોકડાઉનની સમય મર્યાદા વધુ એક દિવસ વધારી દેવામાં આવી છે. હવે શુક્રવારે રાત્રે 8 વાગ્યાથી મંગળવારે સવારે 7 વાગ્યા સુધી લોકડાઉન રહેશે. હકીકતમાં, વીકેન્ડ લોકડાઉન લાગૂ કર્યા બાદ કોરોના સંક્રમણની ગતિમાં ઘટાડો જોવા મળ્યો છે. જેને ધ્યાનમાં રાખતા ત્રણ દિવસનું લોકડાઉન સમગ્ર રાજ્યમાં લાગુ કરવામાં આવ્યું છે. આ દરમિયાન તમામ આવશ્યક સેવાઓ ચાલુ રહેશે.

ઉત્તર પ્રદેશની સરકારે સંપૂર્ણ લોકડાઉનનો ઇન્કાર કર્યો છે, પરંતુ ઝડપથી ફેલાઇ રહેલા કોરોના સંક્રમણને જોતા હવે તેને ધીમે-ધીમે લંબાવવામાં આવી રહ્યું છે, જેથી સંક્રમણની ચેઇનને તોડી શકાય અને સામાન્ય જનતામાં ગભરાટ ના ફેલાય.

મહત્વનું છે કે, ઉત્તરપ્રદેશમાં કોરોના સંક્રમણના કેસોમાં ઘટાડો થઇ રહ્યો છે. ઉત્તર પ્રદેશમાં 24 કલાકની અંદર 29824 નવા કેસ નોંધાયા છે, જ્યારે કોરોનાને મ્હાત આપનારા લોકોની સંખ્યા પણ વધી છે. 35903 લોકો ડિસ્ચાર્જ થઇને પોતાના ઘરે ગયા છે. આ દરમિયાન 266 દર્દી મોતને ભેટ્યા છે.

(સંકેત)