Site icon Revoi.in

ક્રિપ્ટોકરન્સી પર પ્રતિબંધ લાગશે તો શું તમારા રૂપિયા ડૂબી જશે? જાણો શું અસર થશે

Social Share

નવી દિલ્હી: અત્યારે સમગ્ર દેશમાં ક્રિપ્ટોકરન્સીમાં મોટા પાયે રોકાણ થઇ રહ્યું છે. અત્યારે અનેક ક્રિપ્ટોકરન્સીની બોલબાલા છે.  જો કે આ વચ્ચે હવે સરકાર સંસદના શિયાળુ સત્ર દરમિયાન ક્રિપ્ટોકરન્સીને લઇને એક બિલ રજૂ કરશે અને તેમાં પ્રાઇવેટ ક્રિપ્ટોકરન્સી પર પ્રતિબંધ લગાવાય તેવી સંભાવના છે.

સંસદના શિયાળુ સત્રમાં સરકાર ધ ક્રિપ્ટોકરન્સી એન્ડ રેગ્યુલેશન ઑફ ઓફિશિયલ ડિજિટલ કરન્સી બિલ, 2021 લાવવાની ચર્ચા છે. બિલમાં સત્તાવાર ડિજીટલ ચલણ બનાવવાની પણ વાત કરવામાં આવી છે. જે ભારતીય રિઝર્વ બેંક દ્વારા જાહેર કરવામાં આવશે. બિલ અનુસાર ભારતમાં કેટલીક કરન્સી ઉપરાંત તમામ ખાનગી ક્રિપ્ટોકરન્સી પર પણ પ્રતિબંધ મૂકાશે. આ વખતે શિયાળુ સત્ર 29 નવેમ્બરથી શરૂ થવા જઇ રહ્યું છે.

અગાઉ પીએમ મોદીના અધ્યક્ષ સ્થાને મળેલી બેઠકમાં ક્રિપ્ટોકરન્સીને લઇને ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં ક્રિપ્ટો પર નિયમન અને તેને લગતા પાસાઓ પર ચર્ચા કરાઇ હતી. હવે આના પર પ્રતિબંધના સમાચાર આવતા જ ક્રિપ્ટોકરન્સનું મૂલ્ય ઘટ્યું છે. ટ્રાન્ઝેક્શન બંધ થઇ જશે. ભારતમાં, જો સરકાર બિલ લાવીને તેના પર પ્રતિબંધ મૂકશે તો તમારા પ્રતિબંધ અને ક્રિપ્ટો એક્સચેન્જ વચ્ચેનો વ્યવહાર બંધ થઇ જશે. તમે ક્રિપ્ટો ખરીદવા માટે સ્થાનિક ચલણનો ઉપયોગ કરી શકતા નથી. તે ઉપરાંત તેને રોકડ પણ નથી કરાવી શકાતી. નોટબંધી બાદ તેમાં પૈસા લગાવનારાનું શું થશે એ મોટો સવાલ છે.

નોંધનીય છે કે, ઉદ્યોગના જણાવ્યા અનુસાર, ભારતમાં 1.5 થી 20 મિલિયન ક્રિપ્ટો રોકાણકારો છે. આ તમામની કુલ ક્રિપ્ટો હોલ્ડિંગ લગભગ 400 અબજ રૂપિયા છે. ભારત સરકાર આના પર સતત નજર રાખી રહી હતી.