Site icon Revoi.in

વોટ્સએપ પ્રાઇવસી પોલીસી સંદર્ભે સરકાર, ફેસબૂક, વોટ્સએપ પોતાનું વલણ સ્પષ્ટ કરે: કેન્દ્ર સરકાર

Social Share

નવી દિલ્હી: દિલ્હી હાઇકોર્ટે થોડાક સમય પહેલા વોટ્સએપની નવી પ્રાઇવસી પોલીસી વિરુદ્વ અરજી દાખલ કરી હતી. જેને લઇને સોમવારે થયેલી સુનાવણીમાં કોર્ટે સરકાર, ફેસબૂકને પોતાનું વલણ સ્પષ્ટ કરવા નિર્દેશ આપ્યા છે. મુખ્ય ન્યાયાધીશ ડી.એન.પટલ અને ન્યાયાધીશ જ્યોતિ સિંઘની બેંચે કેન્દ્ર સરકાર અને બંને સોશિયલ મીડિયા પ્લેટફોર્મને નોટિસ ફટકારી છે અને તેમને અરજી પર પોતાનું વલણ સ્પષ્ટ કરવાનો નિર્દેશ આપ્યો છે.

એક વકીલ દ્વારા આ અરજી કરવામાં આવી હતી, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે, 15મેથી અમલમાં આવેલી વોટ્સએપની નવી પ્રાઇવસી પોલીસી બંધારણ હેઠળ આપવામાં આવેલા એપનાં યૂઝર્સનાં પ્રાઇવસીનાં અધિકારનો ભંગ કરે છે.

તેણે જણાવ્યું કે, કેટલાક સમય માટે તે નવી યુઝર્સ પોલીસીનો સ્વિકાર ન કરનારા યુઝર્સનાં એકાઉન્ટ્સ હટાવશે નહીં, અને નવી નીતિ સ્વીકારી સ્વીકારવા માટે તેમને પ્રોત્સાહિત કરશે. હવે આ મામલાની વધુ સુનાવણી 3 જૂને થશે.

નોંધનીય છે કે, વોટ્સએપની પ્રાઇવસી પોલીસી 15થી અમલમાં આવી ગઇ છે. વોટ્સએપે કહ્યું છે કે જો તમે તેની નવી પ્રાઇવસી પોલીસીનો સ્વીકાર નહીં કરો, તો તે તમારું ખાતું ડિલીટ કરશે નહીં પરંતુ ધીમે ધીમે બધા ફિચર્સ બંધ કરતું રહેશે.