અંતે વોટ્સએપએ પોતાની પ્રાઇવસી પોલિસી પર લગાવી રોક, જાણો દિલ્હી હાઇકોર્ટમાં શુ કહ્યું?
- અંતે વોટ્સએપે પોતાની પ્રાઇવસી પોલિસી પર બ્રેક મારી
- જ્યાં સુધી ડેટા પ્રોટેક્શન બિલ લાગૂ નહીં થાય ત્યાં સુધી પોતાની ક્ષમતાને સીમિત નહીં કરે
- અર્થાત્ હવે યૂઝર્સ જે હાલમાં સુવિધાઓ પ્રાપ્ત કરી રહ્યા છે તે ચાલુ રહેશે
નવી દિલ્હી: વોટ્સએપે મહત્વનો નિર્ણય લીધો છે. વોટ્સએપે દિલ્હી હાઇકોર્ટને જણાવ્યું કે, તેણે નવી પ્રાઇવસી પોલિસીને હાલ પૂરતું સ્વૈચ્છિક રોક લગાવી દીધી છે. વોટ્સએપે દિલ્હી હાઇકોર્ટને કહ્યું હતું કે, જ્યાં સુધી ડેટા પ્રોટેક્શન બિલ લાગૂ નહીં થાય, ત્યાં સુધી તેઓ પોતાની ક્ષમતાને મર્યાદિત નહીં કરે. અમારા મામલામાં કોઇ નિયમનકારી પાંખ નથી એટલે કે સરકાર જે નિર્ણય કરશે તે મુજબ ફોલો કરીશું.
અર્થાત્ હવે યૂઝર્સ જે હાલમાં સુવિધાઓ પ્રાપ્ત કરી રહ્યા છે તે ચાલુ રહેશે. આપને જણાવી દઇએ કે કંપટીશન કમિશને વોટ્સએપની નવી પ્રાઇવસી પોલિસીને લઇને તપાસના આદેશ આપ્યા હતા. આ બાબતે વધુ સુનાવણી 30 જુલાઇએ લાગૂ થશે.
દિલ્હી હાઇકોર્ટે વોટ્સએપને પૂછ્યું હતું કે તમે ડેટા એકત્ર કરીને બીજા લોકોને આપવા માંગો છો, જે તમે બીજી પાર્ટીની સહમતિ વગર નથી કરી શકતા. આરોપ એવો પણ છે કે ભારત માટે આપની પાસે એક અલગ માપદંડ છે. શું ભારત અને યુરોપ માટે અલગ અલગ નીતિ છે?
કંપનીએ કહ્યું કે અમે પ્રતિબદ્ધતા વ્યક્ત કરીએ છીએ કે સંસદથી કાયદો આવે ત્યાં સુધી અમે કંઈ નહીં કરીએ. જો સંસદ અમને ભારત માટે એક અલગ નીતિ બનાવવાની મંજૂરી આપે છે તો અમે તેને બનાવી દઈશું. જો આવું નહીં થાય તો અમે તેની પર વિચાર કરીશું.