દેશમાં કોરોનાની ત્રીજી લહેર ક્યારે હશે પીક પર, IIT, મદ્રાસના વિશ્લેષણમાં જાણકારી સામે આવી
- કોરોનાની ત્રીજી લહેર ક્યારે પીક પર હશે?
- દેશમાં સંક્રમણની ત્રીજી લહેર આગામી પખવાડિયામાં ટોચ પર પહોંચી તેવી શક્યતા
- IIT, મદ્રાસના વિશ્લેષણમાં આ જાણકારી પૂરી પડાઇ છે
નવી દિલ્હી: દેશમાં કોવિડનું સંક્રમણ ફરીથી સતત વધી રહ્યું છે. કેસમાં ઉછાળો આવ્યો છે. આ વચ્ચે દેશમાં સંક્રમણની ત્રીજી લહેર આગામી પખવાડિયામાં ટોચ પર પહોંચી તેવી શક્યતા છે. ભારતમાં કોરોના વાયરસના સંક્રમણના પ્રસરણ અંગે જણાવતી આર-વેલ્યુ 14 જાન્યુઆરીથી 21 જાન્યુઆરી વચ્ચે વધુ ઘટીને 1.57 થઇ ગઇ છે. IIT, મદ્રાસના વિશ્લેષણમાં આ જાણકારી પૂરી પાડવામાં આવી છે.
આપને જણાવી દઇએ કે આર-વેલ્યુ જણાવે છે કે એક વ્યક્તિ કેટલા લોકોને સંક્રમિત કરી શકે છે. જો આ દર એકથી નીચે આવે છે, તો એવું માનવામાં આવે છે કે વૈશ્વિક મહામારી સમાપ્ત થઇ ગયો છે. IIT મદ્રાસ દ્વારા શેર કરાયેલા વિશ્લેષણ અનુસાર, R-વેલ્યુ 14 જાન્યુઆરીથી 21 જાન્યુઆરીની વચ્ચે આર-વેલ્યૂ 1.57 નોંધાઇ. તે 7 અને 13 જાન્યુઆરી વચ્ચે 2.2, 1 થી 6 જાન્યુઆરી વચ્ચે ચાર અને 25 અને 31 ડિસેમ્બરની વચ્ચે 2.9 નોંધવામાં આવી હતી.
IIT મદ્રાસના ગણિત વિભાગ અને સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર કોમ્પ્યુટેશનલ મેથેમેટિક્સ એન્ડ ડેટા સાયન્સે કોમ્પ્યુટેશનલ મોડેલિંગ દ્વારા પ્રારંભિક વિશ્લેષણ કર્યું. માહિતી અનુસાર, મુંબઈની આર-વેલ્યુ 0.67, દિલ્હીની આર-વેલ્યુ 0.98, ચેન્નાઈની આર-વેલ્યુ 1.2 અને કોલકાતાની આર-વેલ્યુ 0.56 છે.
મહત્વનું છે કે, IIT મદ્રાસના ગણિત વિભાગના આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. જયંત ઝાએ જણાવ્યું કે મુંબઈ અને કોલકાતાના આર-વેલ્યુ સૂચવે છે કે ત્યાં મહામારીની ટોચ સમાપ્ત થઈ ગઈ છે, જ્યારે દિલ્હી અને ચેન્નાઈમાં તે હજુ પણ એકની નજીક છે. .