Site icon Revoi.in

WHO એ ઓક્સફર્ડ-એસ્ટ્રાજેનેકા વેક્સીનને બહોળા સ્તરે ઉપયોગ માટે આપી સલાહ

Social Share

નવી દિલ્હી: કોરોનાવાયરસના સામેની લડાઈમાં હવે વિશ્વના દેશો વેક્સિનની માગ કરી રહ્યા છે. વિશ્વના મોટા ભાગના દેશોમાં વેક્સિનેશનનો પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે ત્યારે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને પણ ઓક્સફર્ડ-એસ્ટ્રાજેનેકાની વેક્સીનનો ઉપયોગ કરવાની સલાહ આપી છે.

ઓક્સફર્ડ-એસ્ટ્રાજેનેકાની વેક્સીનનો બહોળા પ્રમાણમાં ઉપયોગ કરવાની સલાહ ત્યારે આપવામાં આવી છે જ્યારે સાઉથ આફ્રિકાએ આ વેક્સિનના ઉપયોગ પર પ્રતિબંધ લગાવ્યો છે. સાઉથ આફ્રિકાની સરકાના કહેવા પ્રમાણે આ વેક્સિનની માત્ર 10 ટકા અસરકારક છે અને કોરોનાવાયરસના લક્ષણો સામે યોગ્ય પ્રમાણામાં સુરક્ષા આપી શકે તેવી નથી.

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની પેનલે આ વેક્સીન 65 વર્ષ અને તેનાથી વધુ ઉંમરના લોકો માટે સુરક્ષીત ગણાવી છે. પેનલે કહ્યું કે, આ વેક્સીનના બે શોટ લેવા આવશ્યક છે. બે શોટની વચ્ચેની અવધિ 8 થી 12 સપ્તાહની જણાવવામાં આવી છે.

WHOના સ્ટ્રેટેજિક એડવાઇઝરી ગ્રુપ ઓફ એક્સપર્ટ્સ ઓન ઇમ્યુનાઇઝેશન (SAGE)એ કહ્યું કે દરેક સ્થળે એ સવાલ પૂછવામાં આવી રહ્યો છે કે વેક્સીન આફ્રીકન સ્ટ્રેન પર કેટલી પ્રભાવી હશે. પેનલે કહ્યું કે કોઈ કારણ નથી કે આ વેક્સીનને મંજૂરી ન આપવામાં આવે.

ઉલ્લેખનીય છે કે, આ સપ્તાહે દક્ષિણ આફ્રિકામાં આ વેક્સીનનું રસીકરણ અભિયાન રોકવામાં આવ્યું હતું. એક નાના ટ્રાયલમાં સામે આવ્યું હતું કે વેક્સીન આફ્રીકન સ્ટ્રેન પર પ્રભાવી નથી. હાલ આફ્રીકામાં આ સ્ટ્રેને કહેર મચાવી દીધો છે.

નોંધનીય છે કે, ભારતના હિસાબથી કોવિશીલ્ડ વેક્સીનને શરૂઆતથી જ સૌથી યોગ્ય માનવામાં આવી છે. મૂળે મોડર્ના અને ફાઇઝરની વેક્સીનને ખૂબ ઠંડા તાપમાન પર રાખવાની જરૂર હતી જેના માટે વિશેષ વ્યવસ્થા કરવી પડતી.

આ  વેક્સીનમાં ભારતની સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા પણ ભાગીદાર રહી છે. વિશ્વની સૌથી મોટી વેક્સીન નિર્માતા સીરમ ઇન્સ્ટિટ્યૂટે આ વેક્સીને ભારતમાં ટ્રાયલ કર્યા હતા. સીરમ ઇન્સ્ટિટ્યૂટ આ વેક્સીનને કોવિશીલ્ડના નામથી વેચી રહી છે. ભારતમાં આ ઉપરાંત ભારત બાયોટેકની કોવેક્સીનને પણ ઇમરજન્સી ઉપયોગ માટે મંજૂરી મળેલી છે.

(સંકેત)