Site icon Revoi.in

દેશમાં આ કારણોસર સર્જાઇ કોલસાની અછત, કેન્દ્રીય મંત્રી પ્રહ્લાદ જોષીએ આપ્યું નિવેદન

Social Share

નવી દિલ્હી: દેશના અનેક રાજ્યોમાં કોલસાની સર્જાયેલી અછતને કારણ અનેક પાવર પ્લાન્ટ ઠપ થયા બાદ દેશભરમાં અંધારપટના ભણકારા છે ત્યારે આ વચ્ચે કોલસા મંત્રી પ્રહ્લાદ જોષીએ કહ્યું છે કે, ભારે વરસાદને કારણે કોલસાની વચ્ચે અછત આવી હતી. આ કારણે કોલસાના આંતરરાષ્ટ્રીય ભાવમાં પણ ઉછાળો જોવા મળ્યો હતો. ટ્રાન્સપોર્ટ કોલસા પર આધારિત પાવર પ્લાન્ટ 15 થી 20 દિવસથી બંધ થઇ ગયા હતા અને તેને કારણે ખૂબ જ ઓછુ ઉત્પાદન થઇ રહ્યું હતું. અમે કાલે 1.94 મિલિયન ટન કોલસો સપ્લાય કર્યો છે.

તેમણે આશાવાદ વ્યક્ત કર્યો છે કે, ગઇકાલથી કોલસાનો સ્ટોક હવે ફરીથી વધી રહ્યો છે. આગામી સમયમાં કોલસાનો સ્ટોક વધુ વધશે.

કોલસાની અછતના કારણો અંગે જાણકારી આપતા કેન્દ્રીય મંત્રીએ આ માટે વરસાદનું કારણ આપ્યું હતું. કોલસાની અછતને કારણે આંતરરાષ્ટ્રીય કિંમતમાં પણ તેજી જોવા મળી હતી. કોલસાનો ટનનો ભાવ 60 રૂપિયાથી વધીને 190 રૂપિયા ટન સુધી જોવા મળ્યો હતો.

અગાઉ દેશમાં વીજ સંકટના ભણકારા વચ્ચે ગૃહમંત્રી અમિત શાહે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. આ બેઠકમાં વીજળી મંત્રી આર કે સિંહ, કોલસા મંત્રી પ્રહ્લાદ જોષી અને બંને મંત્રાલયના મહત્વના અધિકારીઓ સામેલ થયા હતા.