- આજે છે 17 એપ્રિલ એટલે કે વિશ્વ હીમોફીલિયા દિવસ
- જાણો શા માટે દર વર્ષે 17 એપ્રિલે આ દિવસ ઉજવાય છે
- હીમોફીલિયા એક પ્રકારનો ડીસઓર્ડર છે
નવી દિલ્હી: આજે સમગ્ર વિશ્વમાં હીમોફીલિયા દિવસ ઉજવવામાં આવે છે. દર વર્ષે 17 એપ્રિલના રોજ આ દિવસ ઉજવવામાં આવે છે. લોકો આ બીમારી વિશે જાણકારી મેળવે તેમજ તેને લઇને જાગૃત થાય તે હેતુસર આ દિવસ ઉજવાય છે. આ એક પ્રકારનો ડિસઓર્ડર છે, જેના કારણે આપણા શરીરમાં લોહી પર તેની અસર થાય છે. હીમોફીલિયાથી પીડિત વ્યક્તિને જ્યારે અંદરની તરફ અથવા બહારની તરફ વાગે છે, ત્યારે લોહી વહેવાનું ચાલું જ રહે છે. આ લોહી જામી શકતું નથી. જેને હીમોફીલિયા કહેવાય છે. દર વર્ષે આ દિવસની થીમ અલગ અલગ હોય છે. આ વર્ષે તેની થીમ ‘એડેપ્ટિન્ગ ટૂ ચેન્જ’ રાખવામાં આવી છે.
વર્ષ 1989માં આ દિવસને ઉજવવાની શરૂઆત થઇ હતી. ત્યારથી આ દિવસ દર વર્ષે ‘વર્લ્ડ ફેડરેશન ઑફ હીમોફીલિયાના સંસ્થાપક ફ્રેંક કેનેબલના જન્મદિવસ એટલે કે 17 એપ્રિલના રોજ ઉજવવામાં આવે છે. WHF એ એક આંતરરાષ્ટ્રીય સંગઠન છે, જે લોકોને રોગ પ્રતિ જાગૃત કરવા તેમજ તેના દર્દીઓ માટે કામ કરે છે.
વર્લ્ડ ફેડરેશન ઓફ હીમોફીલિયાના સંસ્થાપક ફ્રેન્ક કેનેબલનું અવસાન 1987માં સંક્રમિત બ્લડથી એઇડ્સ થવાથી થયું હતું. આ રોગનું કારણ બ્લડ પ્રોટીનની કમી હોય છે. જેને ક્લોટિંગ ફેક્ટર કહેવાય છે. આ બીમારી લોહીમાં થ્રામ્બોપ્લસ્ટિન નામના પદાર્થની કમીથી થાય છે.
નોંધનીય છે કે, દર વર્ષે 17 એપ્રિલે સમગ્ર વિશ્વમાં હીમોફીલિયા દિવસના અવસરે જાગૃતિ ફેલાવવા માટે અભિયાનનું આયોજન કરવામાં આવે છે. આ બીમારીને લઇને ગંભીર સમસ્યા છે કે, ઘણીવાર આ બીમારીથી પીડાતા લોકોને સમયસર ઇલાજ મળતો નથી. જેને લઇને લોકોને જાગૃત કરવા ખૂબ આવશ્યક છે.
(સંકેત)