- ભારતના જમ્મૂ-કાશ્મીરમાં વિશ્વના સૌથી ઊંચા કમાનકાર બ્રિજનું થયું નિર્માણ
- આશરે સાડા ત્રણ વર્ષ પહેલા આ બ્રિજનું નિર્માણકાર્ય શરૂ થયું હતું
- આ પુલ ચિનાબ નદી પર બાંધવામાં આવ્યો હતો
નવી દિલ્હી: ભારતના જમ્મૂ-કાશ્મીરમાં વિશ્વનો સૌથી ઊંચો કમાનાકાર બ્રિજનું નિર્માણ થઇ ચૂક્યું છે. આશરે સાડા ત્રણ વર્ષ પહેલા આ બ્રિજનું નિર્માણકાર્ય શરૂ થયું હતું. આ પુલ ચિનાબ નદી પર બાંધવામાં આવ્યો હતો. રેલ મંત્રાલય અને રેલ મંત્રી પિયુષ ગોયલે આ બ્રિજને લગતી કેટલીક માહિતીને લઇને એક વીડિયો શેર કર્યો છે. આ કાશ્મીર ખીણને ભારત સાથે જોડશે. બે આંતરરાષ્ટ્રીય સરહદોને કારણે વ્યૂહાત્મક મહત્વ ધરાવતા આ ક્ષેત્ર માટે આ રેલવે લાઇવ દેશના સુરક્ષા બળો માટે પણ ખૂબ સહાયક સાબિત થશે.
Historical Moment:
The arch bottom of the Chenab bridge has been completed yesterday.
Next, the arch upper of the engineering marvel in making will be completed.It is all set to be the world's highest Railway bridge. pic.twitter.com/chynblvnF1
— Ministry of Railways (@RailMinIndia) March 15, 2021
આર્ક બ્રિજના કેટલાક ફેક્ટ્સ
- જમ્મૂ-કાશ્મીરમાં ચિનાબ નદી પર દુનિયાનો સૌથી ઉંચો રેલવે પુલ બનાવવામાં આવી રહ્યો છે
- આની ઉંચાઈ એફિલ ટાવરથી આશરે 35 મીટર વધારે હશે
- પુલની લંબાઈ 1315 મીટર જેટલી છે
- દુર્ગમ ક્ષેત્રમાં આશરે 1100 કરોડ રુપિયાના ખર્ચથી બનવવામાં આવી રહેલા અર્ધ ચંદ્રાકાર જેવા આ પુલના નિર્માણમાં 24000 ટન લોખંડનો ઉપયોગ થઈ રહ્યો છે
- આ નદીના તળથી 359 મીટર ઉંચો હશે
- એફિલ ટાવર માત્ર 273 મીટર ઉંચો છે
- આ પુલનું નિર્માણ કાર્ય પૂર્ણ થયા બાદ બેઈપેન નદી પર બનેલા ચીનના શુઈબાઈ રેલવે પુલનો રેકોર્ડ તુટશે
- આ પુલ 266 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપવાળી હવાનો પણ અનુભવ કરી શકાશે
- આ પુલ પર બ્લાસ્ટની પણ કોઈ અસર નહી થાય
- આ પુલ કટરા અને બનિહાલ વચ્ચે 111 કિલોમીટરના વિસ્તારને જોડશે જે ઉધમપુર, શ્રીનગર-બારામૂલા રેલ લિંક પરિયોજનાનો ભાગ છે
- ચિનાબ બ્રિજ બનાવવામાં હેગિંગ આર્ચનો ઉપયોગ થઈ રહ્યો છે
- આર્ચ ગત વર્ષે જ બનાવવામાં આવી હતી
- આ પુલ ઓનલાઈન મોનીટરિંગ એન્ડ વોર્નિંગ સિસ્ટમથી લેસ હશે
- આ બ્રિજના નિર્માણમાં 29 હજાર મેટ્રિક ટન સ્ટીલનો ઉપયોગ થઈ રહ્યો છે
- 52 કિલોમીટર લાંબા આ પુલમાં 17 ટનલ અને 23 બ્રિજ છે
- ઉધમપુર-શ્રીનગર-બારામુલા રેલ લિંક પ્રોજેક્ટ 345 કિમી લાંબો છે. આ પ્રોજેક્ટનો એક ભાગ કે જે કટરાથી ધરમ વચ્ચે 100 કિમી લાંબો છે તેમાં 52 કિમીનો રેલમાર્ગ કોંકણ રેલવે બનાવી રહ્યું છે
(સંકેત)