અમદાવાદઃ કેન્દ્ર સરકાર દ્વારા રાષ્ટ્રીયકૃત બેંકોના ખાનગીકરણને લઇને છેલ્લા ઘણા સમયથી વિરોધના સૂર ઉઠી રહ્યા છે. પરિણામે ટ્રેડ યુનિયનોના નેજા હેઠળ કાલે તા. 28 અને 29 માર્ચના રોજ બેંકોની બે દિવસીય હડતાળની જાહેરાત કરવામાં આવી છે. ઓલ ઇન્ડિયા બેંક એમ્પ્લોઈ એસોસિએશનના નેજા હેઠળ બેંક કર્મચારી કામથી અળગા રહેશે. સરકારની જાહેર સાહસ વિરોધી નિતિ સામે બેંક કર્મચારીઓએ હડતાળની જાહેરાત કરી છે. સરકારની જાહેર સાહસ વિરોધી નીતિ સામે હડતાળ કરાશે. વિવિધ 8 માંગણીઓઓ પર બેંકના કર્મચારીઓ હડતાળમાં જોડાશે. હડતાળને પગલે કરોડોના ટ્રાન્ઝેક્શન ખોરાવવાની શક્યતા છે. આ હડતાળમાં ગુજરાતની 3665 રાષ્ટ્રીયકૃત બેંકની શાખા બંધ રહેશે. ગુજરાતના 25 હજાર કરોડના વ્યવહારો પર અસર થશે.
રાષ્ટ્રીયકૃત બેન્કોના ખાનગીકરણના વિરોધમાં ટ્રેડ યુનિયનના નેજા હેઠળ 28, 29 માર્ચે રાષ્ટ્રીયકૃત બેંકોના કર્મચારીઓ બે દિવસની હડતાળ પર ઊતરશે, જેને કારણે બેંકિંગ વ્યવહારોને અસર થવાની સાથે એટીએમ પણ ખાલી થઈ જશે. આજે રવિવારે જ શહેરનાં મોટા ભાગનાં એટીએમમાં ‘નો કેશ’નાં પાટિયાં લાગ્યાં હતાં.
સૂત્રોના જણાવ્યા મુજબ ગઈકાલે શનિવાર,અને આજે રવિવારો બેંકોમાં રજા તેમ જ આવતીકાલ સોમવાર-મંગળવારે હડતાળ હોવાથી ચાર દિવસ બેંક બંધ રહેતા કરોડોના ટ્રાન્ઝેક્શન અટવાશે. 26 માર્ચે એટીએમમાં કેશ લોડ થયા બાદ સીધી 30 માર્ચે લોડ થશે, જેના કારણે બેંકોના એટીએમ જ ખાલી થઈ ગયા હતા. મહાગુજરાત બેન્ક એમ્પ્લોઇઝ એસો.ના જનરલ સેક્રેટરી જનક રાવલે જણાવ્યું કે, ચાર દિવસ બેંક બંધ રહેતા રાજ્યના આશરે 25 હજાર કરોડના વ્યવહારો ખોરવાઈ જશે. હડતાળમાં રાજ્યની 3665 નેશનલાઇઝ્ડ બેંકના 40 હજાર કર્મચારી જોડાશે. હડતાળને કારણે બેંકિંગ વ્યવહારો ખોરવાવાની સાથે એટીએમમાં નાણાં ખાલી થવાની શક્યતા છે. પંજાબ નેશનલ બેંક, બેંક ઓફ બરોડા, યુનિયન બેંક, કેનેરા બેંક, બેંક ઓફ ઇન્ડિયા, યુકો બેંક, સેન્ટ્રલ બેંક અને યુનાઇટેડ બેંકના કર્મચારીઓ હડતાળમાં જોડાશે. (file photo)