દિલ્હી – વિશ્વની મહાસત્તા ગણાતા અમેરિકામાં રાષ્ટ્રપતિ પદની ચૂંટણીની તૈય.ારીઓ તડામાર ચાલી રહી છે આ રેસમાં ભઆગલેનારાઓ ઉમેદવારો દિવસેને દિવસે વધી રહ્યા છએ જો કે મહત્વની વાત એ છે કે રાષ્ટ્રપતિ પદ માટે મૂળ ભારતીય લોકોનો બદદબો જોવા મળી રહ્યો છે ત્યારે હવે વધુ એક મૂળ ભારતીય એવા હર્ષવર્ઘન સિંહ એ પણ આ પદ માટે પોતાની દાવેદારી નોંધાવી છે.
હર્ષવર્ધન સિંહે વર્ષ 2017માં પહેલીવાર ન્યૂ જર્સીના ગવર્નર પદ માટે ચૂંટણી લડી હતી. 2018માં હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવની સીટ માટે ચૂંટણી લડી હતી. તે પછી 2020 માં અલગ ચૂંટણીમાં સેનેટ માટે રિપબ્લિકન પ્રાઇમરીમાં ભાગ લીધો, પરંતુ રિપબ્લિકન નોમિનેશન જીતવામાં નિષ્ફળ રહ્યા હતા
ત્યાર બાદ તેમણે વર્ષ 2021માં ફરી ગવર્નર પદ માટે ચૂંટણી લડી. ગવર્નર પદની રેસમાં તેઓ ત્રીજા ક્રમે આવ્યા હચા. આ વખતે 2024નું ચૂંટણી પરિણામ રસપ્રદ રહેશે, એ જોવાનું રહેશે કે પેઢીઓનો અનુભવ હર્ષવર્ધનને કેટલો ઉપયોગી થશે.
જો હર્ષવર્ઘન સિંહ વિશે વાત કરીએ તો તેઓ ભારત સાથે ખાસ સંબંઘ ઘરાવે છે.પશ્ચિમ ઉત્તર પ્રદેશના દિગ્ગજ નેતાઓમાંના એક કૈરાનાના ભાજપના દિવંગત સાંસદ અવા બાબુ હુકુમ સિંહના તેઓ પૌત્ર છે ડૉ.હર્ષવર્ધન સિંહ પણ હવે રાજકારણમાં એન્ટ્રી કરવાની તૈયારીમાં છે.
હર્ષવર્ધન સિંહ આમ તો મૂળ ભારતીય છે પરંતુ વર્ષોથી અમેરિકામાં રહે છે અને તેમણે રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી લડવાનું નક્કી કર્યું છે.અમેરિકામાં રાષ્ટ્રપતિ પદ માટે 2024માં ચૂંટણી યોજાવા જઈ રહી છે. આ ચૂંટણીમાં તેમણે રિપબ્લિકન પાર્ટી તરફથી દાવો રજૂ કર્યો છે.
આ સહીત હર્ષ વર્ધનના ચૂંટણી લડવાને લઈને બુલંદશહેર જિલ્લાના તેમના મૂળ ગામ સોંઝાના રાનીમાં તમામ લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો છે. હર્ષવર્ધનની કારકિર્દી અમેરિકામાં ઘણી નોંધપાત્ર રહી છે.