- રશિયાના આક્રમણથી અકળાયા ઝેલેન્સ્કી
- હવે સ્પષ્ટ શબ્દોમાં નાટોને કર્યો પ્રશ્ન
- કહ્યું નાટોમાં સામેલ કરશો કે નહીં
દિલ્હી:નાટોના દેશો અને અમેરિકા કે જે હાલમાં રશિયાની સામે પડવા માંગતા નથી, તેમને હવે યુક્રેનના રાષ્ટ્રપતિ પ્રશ્ન પુછી રહ્યા છે કે NATO સ્પષ્ટ કરે કે યુક્રેનને પોતાના અલાયન્સમાં સ્થઆન આપે છે કે નહીં? અને સત્ય એ છે કે તેઓ રશિયાથી ડરે છે.
યુક્રેનના વિદેશ મંત્રાલયે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પર ડોનબાસના ડોનેત્સ્ક અને લુહાન્સ્કથી લગભગ 2500 યુક્રેની બાળકોને કિડનેપ કરીને રશિયા મોકલવાનો આરોપ લગાવ્યો છે.
યુક્રેન યુદ્ધના કારણે યુરોપમાં શરણાર્થી સંકટ સતત ઘેરું બનતું જાય છે. જર્મન વિદેશમંત્રીએ યુરોપિયન યુનિયનને 80 લાખ યુક્રેની શરણાર્થીઓ માટે તૈયાર રહેવા કહ્યું છે. છેલ્લા 26 દિવસથી રશિયન સેનાના ભીષણ હુમલાઓ ખમી ખાતા યુક્રેનની સરકારના ડોનેત્સ્ક રિજનલ મિલિટરી એડમિનિસ્ટ્રેશનના વડાએ જણાવ્યું હતું કે યુક્રેનના અવદિવકા શહેર અને તેની આસપાસના વિસ્તારો પર રશિયન સેનાએ ભીષણ હુમલો કર્યો છે. આ શહેર પર રશિયા દ્વારા બોમ્બવર્ષાના કારણે કેવો વિનાશ વેરાયો છે તેનો ચિતાર તેમણે આપ્યો હતો.
રશિયાના આ હુમલામાં દ્વિતિય વિશ્વયુદ્ધના સ્મારકોને પણ નુકસાન પહોંચ્યું છે. જ્યારે અહીં ટોરેત્સ્ક નગરની નજીક દ્વિતિય વિશ્વયુદ્ધ સમયે જર્મનીની નાઝી સેના સામે લડનારા રેડ આર્મીના સૈનિકોની સામુહિક કબર પણ છે, તેને પણ રશિયન હુમલામાં નુકસાન પહોંચ્યું હોવાનું જણાવાયું છે.