શિમલા- દેશભરમાં ચોમાસું બરાબર જામી ચૂક્યું છે તો કેટલાક રાજ્યોમાં તો વરસાદે પોતાનું રોદ્ર રુપ બતાવ્યું છે ખાસ કરીને પહાડી વિસ્તારોમાં વરસાદનો કહેર વર્તાઈ રહ્યો છે જેના કારણે ભૂસ્ખલન જેવી ઘટનાઓ બની રહી છે, હિમાચલ પ્રદેશની વાત કરીએ તો અહી અવિરત વરસાદે સામાન્ય જનજીવન પર માઠી અસર પહોંચાડી છે તો હવામાન વિભાગે આગામી 3 દિવસ સુઘી યલો એલર્ટ જારી કર્યું છે.
પ્રાપ્ત વિગત પ્રમાણે આગામી 48 કલાક દરમિયાન નીચલા અને મધ્યમ ટેકરીઓમાં કેટલાક સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ ચાલુ રહેવાની શક્યતા છે, એમ હવામાન કચેરીએ એક પ્રકાશનમાં જણાવ્યું હતું. 21 ઓગસ્ટથી રાજ્યમાં વરસાદની ગતિવિધિઓ શરૂ થવાની ધારણા છે અને 24 ઓગસ્ટ સુધી ઘણા ભાગોમાં વરસાદ પડશે.
પ્રવાસીઓ માટે ફરવાનું સુંદર સ્થળ ગણાતા હિમાચસની સુરત બદલાઈ ગઈ છે ઠેર ઠેર માર્ગો અવરોઘિત બન્યા છે તો ભૂસ્ખલનની ઘટનાો બની રહી છે ત્યારે આગામી દિવસો માટે પણ અહી આફત મંડળાઈ રહી છએ હિમાચલ પ્રદેશના સ્થાનિક હવામાન કેન્દ્રે શુક્રવારે રાજ્યના 10 જિલ્લાઓમાં 21 અને 22 ઓગસ્ટના રોજ ભારે વરસાદ, તોફાન અને વીજળીના ચમકારા માટે ‘યલો એલર્ટ’ જારી કર્યું છે.
હવામાન વિભાગે માહિતી આપી છે કે શિમલા, મંડી, કુલ્લુ, બિલાસપુર, સોલન, ચંબા, સિરમૌર, ઉના અને કાંગડામાં ભારે વરસાદ પડશે. રાજ્યના બે જિલ્લા કિન્નૌર અને લાહૌલ સ્પીતિ માટે રાહત છે. તેમ હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે. આ દરમિયાન વરસાદને કારણે પીવાના પાણી અને વીજળીની સમસ્યા સર્જાઈ શકે છે. આ સાથે કાંગડા, ચંબા, શિમલા, કુલ્લુ, સિરમૌર, સોલન, કિન્નૌર અને લાહૌલ સ્પીતિમાં અચાનક પૂરની સંભાવના છે.
શિમલા સેન્ટર ઓફ મિટીયરોલોજી અનુસાર હિમાચલમાં આગામી 48 કલાકમાં વરસાદ ચાલુ રહેશે. પરંતુ 48 કલાક બાદ એટલે કે 21 ઓગસ્ટથી વરસાદ વધશે. આ દરમિયાન 21 ઓગસ્ટથી રાજ્યમાં ભારે વરસાદ પડી શકે છે. જે 24 ઓગસ્ટ સુધી ચાલુ રહેશે.