નૌસેનાની કવાયતઃ પ્રથમ સ્વદેશી વિમાનવાહક જહાજ IAC વિક્રાંતનું બીજા તબક્કાના પરિક્ષણનો આરંભ
- પ્રથમ સ્વદેશી વિમાનવાહક જહાજ આઈએસી વિક્રાંત
- આ જહાજનું બીજા તબક્કાનું પરિક્ષણ શરુ કરાયું
દિલ્હીઃ- ભારત સરકાર દેશની ત્રણેય સેનાઓને દરેક મોરચે મજબૂત બનાવવા માટે સતત પ્રયત્નશીલ રહે છે, આ માટે આત્મનિર્ભર ભારત હેઠળ નૌસેનામાં કેટલાક સ્વદેશી સાધનો પણ સજ્જ કરાયા છે, ત્યારે હવે નૌ સેનાનું પ્રથમ સ્વદેશી વિમાનવાહક જહાજ વિક્રાંતના બીજા તબક્કાના દરિયાઈ પરીક્ષણો વિતેલા દિવસને રવિવારથી શરૂ કરવામાં આવ્યા છે.આ યોજના હેઠળ તેને આવનાર વર્ષે ઓગસ્ટ મહિનામાં નૌકાદળમાં સામેલ કરવામાં આવનાર છે.
સ્વદેશી એરક્રાફ્ટ કેરિયર વિક્રાંત રવિવારે દરિયાઈ પરિક્ષણના બીજા તબક્કા માટે કોચ્ચીથી રવાના કરાયું હતું ,આ બાબતે અધિકારીએ જણાવ્યું હતું. આ યુદ્ધ જહાજના નિર્માણમાં લગભગ 23 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે અને તેના નિર્માણ સાથે ભારત એવા દેશોની યાદીમાં સામેલ થઈ ગયું છે જેઓ પોતાના આધુનિક વિમાનવાહક જહાજો બનાવી શકે છે.
જાણો વિમાન વાહક આઈએસી વિક્રાંતની ખાસિયતો
- આ વિમાન વાહક જહાજ લગભગ 28 નોટિકલ માઇલની મહત્તમ ઝડપે મુસાફરી કરી શકે છે
- તેની સામાન્ય ઝડપ 18 નોટિકલ માઇલ છે.
- આ જહાજ 7 હજાર 500 નોટિકલ સુધી મુસાફરી કરી શકે છે.
- આ જહાજ 262 મીટર લાંબું, 62 મીટર પહોળું અને 59 મીટર ઊચું છે.
- આ જહાજનું બાંધકામ કોચીન શિપયાર્ડ લિમિટેડ દ્વારા વર્ષ 2009 માં શરૂ થયું હતું.
- ભારતમાં હાલમાં એકમાત્ર વિમાનવાહક જહાજ INS વિક્રમાદિત્ય છે.
- આ વિમાનવાહત જહાજથી મિગ-29કે ફાઇટર વિમાન , કામોવ-31 હેલિકોપ્ટર અને MH-60R મલ્ટી-રોલ હેલિકોપ્ટરનું સંચાલન કરી શકાય છે.
- આ જહાજમાં જ લગભગ 1 હજાર 700 લોકોને સમાવવા માટે 2 હજાર 300 કૂપ બનાવવામાં આવ્યા છે,
- આ સાથે જ આમાં મહિલા અધિકારીઓને રોકાવા માટેની ખાસ કૂપનો સમાવેશ થાય છે.