- દેશની સુરક્ષામાં ઓર વધારો થશે
- તારપીડોની ખરીદી માચટે અમેરિકા સાથે થયો કરાર
- દરિયાઈ ક્ષેત્રમાં ભારતની તાકાત વધશે
દિલ્હીઃ- દેશની સરકાર દેશની સુરક્ષાને લઈને મહત્વના પગલાઓ ભરી રહી છે, દેશ દુનિયા સાથે કરાક કરીને અનેક સનસાધનો સેનાઓ તથા સુરક્ષાઓમાં પુરા પાડવામાં આવે છે સંરક્ષણ મંત્રાલયે નૌકાદળ માટે 423 કરોડ રૂપિયાના સંરક્ષણ ઉપકરણોની ખરીદી માટે યુએસ સરકાર સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા છે.
આ હસ્તાક્ષર અંતર્ગત નૌકાદળ માટે Mk 54 ટોર્પિડો અને અન્ય સાધનો ખરીદવામાં આવશે. વિતેલા દિવસને શુક્રવારે જારી કરાયેલા એક નિવેદનમાં સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે આ ઉપકરણોનો ઉપયોગ મેરીટાઇમ સર્વેલન્સ એરક્રાફ્ટ, P-8I એરક્રાફ્ટ અને સબમરીનમાં કરવામાં આવશે. મંત્રાલયના પ્રવક્તાએ શુક્રવારે આ અંગે જાણકારી આપી હતી.
ભારતીય નૌકાદળના કાફલામાં કુલ 11 P-8I એરક્રાફ્ટ હાલમાં કાર્યરત છે, જેનું નિર્માણ અમેરિકન એરોનોટિકલ કંપની બોઇંગ કરે છે. P-8I વિમાન તેની સબમરીન વિરોધી યુદ્ધ ક્ષમતા તેમજ અદ્યતન દરિયાઈ જાસૂસી ક્ષમતા માટે જાણીતું છે.
સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તાએ ટ્વિટર પરટ્વિટ કરીને જણાવ્યું હતું કે, “સંરક્ષણ મંત્રાલયે 423 કરોડના ખર્ચે ભારતીય નૌકાદળ માટે Mk 54 ટોરપિડોઝ અને એક્સપેન્ડેબલ્સ ની ખરીદી માટે અમેરિકા સરકારની વિદેશી લશ્કરી વેચાણમાટે સંમતિ આપી છે. તેમણે કહ્યું, “આ ઉપકરણો P-8I એરક્રાફ્ટનો ભાગ છે.”