Site icon Revoi.in

ઓડિશા વિધાનસભામાં નવીન પટનાયકનો સામનો એ ધારાસભ્ય સાથે થયો જેના હાથ તેમને હાર મળી છે, જાણો શું કહ્યું નવીન પટનાયકે

Social Share

ઓડિશા વિધાનસભામાં એક રસપ્રદ દ્રશ્ય જોવા મળ્યું. જ્યારે નવા ધારાસભ્ય શપથ લઈ રહ્યા હતા, ત્યારે પૂર્વ સીએમ નવીન પટનાયકનો એક બીજેપી ધારાસભ્ય સાથે સામનો થયો હતો. જ્યારે તેમણે પોતાનો પરિચય આપ્યો ત્યારે નવીન બાબુએ કહ્યું, ‘ઠીક છે, તમે જ મને હરાવ્યો છે.’

બે સીટ પરથી લડ્યા હતા નવીન પટનાયક, 1 સીટ પર હાર મળી

વાસ્તવમાં, આ વિધાનસભા ચૂંટણીમાં ઓડિશાના પૂર્વ મુખ્યમંત્રી નવીન પટનાયક બે બેઠકો પરથી ચૂંટણી લડ્યા હતા. 48 વર્ષના બીજેપી નેતા લક્ષ્મણ બાગે તેમને કાંતાબાંજી સીટ પરથી 16 હજારથી વધુ મતોથી હરાવ્યા હતા.

જે સીટ પર જીત્યા તેમાં પણ માત્ર 4600 વોટની લીડથી જીત્યા

જો કે, પાંચ વખતના પૂર્વ સીએમ પટનાયક હિંજીલી સીટ પરથી 4600 વોટથી જીત્યા હતા. ગઈકાલે વિધાનસભાના વિશેષ સત્રમાં નવા ચૂંટાયેલા સભ્યોએ શપથ લીધા હતા. પટનાયક ગૃહમાં જઈ રહ્યા હતા ત્યારે એક સભ્યએ ઊભા થઈને તેમને સલામ કરી હતી. નવીન બાબુએ અટકીને તેની સામે જોયું. ધારાસભ્યએ તેમનો ટૂંકો પરિચય આપ્યો હતો. આ સાંભળીને પૂર્વ સીએમ હસ્યા અને કહ્યું કે તમે જ મને હરાવ્યો છે. સીએમ અને નજીકમાં બેઠેલા અન્ય નેતાઓ પણ આદરમાં ઊભા હતા. તેઓ પણ હસ્યા.

ભાજપના નેતાઓએ માથું નમાવીને નવીન પટનાયકને સલામી આપી હતી. તમામની શુભેચ્છાઓ સ્વીકારીને પૂર્વ મુખ્યમંત્રી આગળ વધ્યા.

ઓડિશા વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 78 બેઠકો સાથે બહુમતી મેળવી

વિધાનસભા અધ્યક્ષની ચૂંટણી 20 જૂને યોજાશે. તાજેતરમાં પૂર્ણ થયેલી વિધાનસભા ચૂંટણીમાં, ભારતીય જનતા પાર્ટીએ 78 બેઠકો જીતીને બહુમતી મેળવી છે, અને ઓડિશામાં પ્રથમ વખત પોતાના દમ પર સરકાર બનાવી હતી. BJDએ 51, કોંગ્રેસે 14 અને માર્ક્સવાદી કમ્યુનિસ્ટ પાર્ટીએ એક સીટ જીતી છે.