Site icon Revoi.in

દિવંગત મંત્રી નબ કિશોર દાસના સન્માનમાં નવીન પટનાયક સરકારે લીધો આ નિર્ણય  

Social Share

ભુવનેશ્વર:ઓડિશામાં એક સહાયક સબ-ઇન્સ્પેક્ટર ઑફ પોલીસ (ASI) ના ગોળીબારમાં જીવ ગુમાવનાર આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી નબ કિશોર દાસને રાજકીય સન્માન આપવામાં આવશે. રાજ્યની નવીન પટનાયક સરકાર વતી, એવું કહેવામાં આવ્યું હતું કે,29 થી 31 જાન્યુઆરી સુધી સમગ્ર રાજ્યમાં કોઈ સત્તાવાર મનોરંજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે નહીં.

ઓડિશા સરકારે નિર્ણય કર્યો છે કે,દિવંગત મહાનુભાવોને રાજ્ય સન્માન આપવામાં આવશે. રાજ્યની રાજધાની ભુવનેશ્વરમાં, નબ કિશોર દાસના મૃત્યુના દિવસે અને તેમના અંતિમ સંસ્કારના દિવસે રાષ્ટ્રીય ધ્વજ અડધો ઝુકાવાશે.

મંત્રી નબ કિશોર દાસને ઓડિશા પોલીસના ASI ગોપાલ દાસ દ્વારા રવિવારે બપોરે લગભગ 1 વાગ્યે બ્રજરાજનગર શહેરમાં ગોળી મારી દેવામાં આવી હતી.આરોપી પોલીસ અધિકારી માનસિક વિકારથી પીડિત હોવાનું માનવામાં આવે છે.

પીએમ નરેન્દ્ર મોદીએ નબ કિશોર દાસના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. PM એ ટ્વિટ કર્યું કે તેઓ ઓડિશા સરકારના મંત્રી નબ કિશોર દાસના દુર્ભાગ્યપૂર્ણ અવસાનથી દુઃખી છે.આ દુઃખદ સમયમાં તેમના પરિવાર પ્રત્યે સંવેદના.

મુખ્યમંત્રી નવીન પટનાયકે નબદાસના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.પટનાયકે કહ્યું, હું ચોંકી ગયો છું અને પરેશાન છું.નબદાસ સરકાર અને પક્ષ માટે અમૂલ્ય હતા.સીએમએ કહ્યું કે તેઓ મંત્રી નબાદાસના દુર્ભાગ્યપૂર્ણ નિધનથી આઘાત અને દુઃખી છે.ડોકટરોએ તેનો જીવ બચાવવા માટે શક્ય તમામ પ્રયાસ કર્યા,પરંતુ કમનસીબે તે સાજા થઈ શક્યા નહીં.