Site icon Revoi.in

હવે નવી મુંબઈમાં પણ ટૂંક સમયમાં મેટ્રો પાટા પર દોડશએ- આજથી ઓસિલેશન ટ્રાયલ શરુ

Social Share

દિલ્હીઃ મહારાશ્ટ્રનું મુંબઈ શહેર મેટ્રો ટ્રેનની સુવિધાને લઈને ઘણું જાણીતું છે ત્યારે હવે મેટ્રો ટ્રેનનું સંચાલન ટૂંક સમયમાં મહારાષ્ટ્રના નવી મુંબઈમાં પણ શરૂ થનાર છે.મળતી માહિતી  પ્રમાણે ભારતીય રેલવેની રિસર્ચ ડિઝાઇન એન્ડ સ્ટાન્ડર્ડ ઓર્ગેનાઇઝેશન રાઇડની સલામતી અને ગુણવત્તાને સુનિશ્ચિત કરવા માટે આજથી એટલે કે શનિવારથી ઓસિલેશન ટ્રાયલ શરૂ કરવા જઈ રહી છે.

ઉલ્લેખનીય છએ કે  નવી મુંબઈ મેટ્રો પ્રોજેક્ટ હેઠળ સિટી અને ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા વિકસાવવામાં આવી રહેલા ચાર એલિવેટેડ કોરિડોરનું લક્ષ્ય ઓસિલેશન ટ્રાયલ પછી નાગરિકોને ટૂંક સમયમાં સેવા  પ્રદાન કરવાનો છે

મંગળવારે એક ટ્વિટમાં સિડકોએ માહિતી આપી હતી કે આરડીએસઓ દ્વારા 28 ઓગસ્ટથી પેંઢર સ્ટેશનથી સેન્ટ્રલ પાર્ક સ્ટેશન સુધી મેટ્રો લાઇન 1 માટે ઓસિલેશન ટ્રાયલ હાથ ધરવામાં આવશે. નવી મુંબઈ મેટ્રો હેઠળ, એલિવેટેડ કોરિડોર સિડકો દ્વારા વિકસાવવામાં આવશે જે અનેક લાઈનોને એકબીજા સાથે જોડે છે, જે સામાન્ય નાગરિકોની મુસાફરીને વધુ સરળ બનાવશે.

ઉલ્લેખનીય છે કે નવી મુંબઈ મેટ્રો પ્રોજેક્ટને ચાર તબક્કામાં વહેંચવામાં આવ્યો છે, જેમાંથી પ્રથમ બેલાપુર રેલવે સ્ટેશનથી શરૂ થાય છે અને તલોજા નજીક પેંઢર સ્ટેશન પર સમાપ્ત થાય છે. હાલમાં અમલીકરણ હેઠળનો માર્ગ 11.10 કિમીના વિસ્તરણમાં ફેલાયેલા 11 સ્ટેશનો આવરી લે છે. બીજો તબક્કો ખાંડેશ્વર અને તલોજા એમઆઈડીસીને જોડવાનો લક્ષ્યાંક છે, જ્યારે ત્રીજો તબક્કો પેંઢર અને તલોજા એમઆઈડીસી વચ્ચે આયોજન કરવામાં આવ્યું છે. રિપોર્ટ અનુસાર, નવી મુંબઈ મેટ્રોનો ચોથો અને અંતિમ તબક્કો ખાંડેશ્વર અને પનવેલ નજીક નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ વચ્ચે જોડાણ પૂરું પાડે છે.

આ ઓસિલેશન ટ્રાયલ નાગરિકો માટે મેટ્રો સેવાઓ શરૂ થાય તે પહેલા એક મહત્વપૂર્ણ તબક્કો માનવામાં આવે છે. આ અંતર્ગત, ભારતીય રેલવેની સંશોધન શાખા વિવિધ સમયે બ્રેકિંગ સિસ્ટમ, ટ્રેક અને મેટ્રો ની સલામતીનું પરીક્ષણ કરશે.