નવજોતસિંહ સિદ્ધૂની ફરી એકવાર ભાજપમાં વાપસીની શક્યતા, શું યુવરાજસિંહ લોકસભા ચૂંટણી લડશે?
નવી દિલ્હી: નવજોતસિંહ સિદ્ધૂ ફરી એકવાર ભાજપમાં પાછા ફરે તેવી શક્યતા છે. ગત કેટલાક દિવસોથી કોંગ્રેસ સાથેના તેમના સંબંધોમાં કડવાશ જોવા મળી છે. તેઓ કોંગ્રેસમાં ખુદે હાંસિયામાં ધકેલાયેલા મહેસૂસ કરી રહ્યા છે. સૂત્રોનું કહેવું છે કે ભાજપની સાથે તેમની વાતચીત ચાલુ છે. ભાજપ તેમને લોકસભા ચૂંટણીની ટિકિટ આપે તેવી શક્યતા છે. ભાજપની વિરુદ્ધ કેટલાક સમયથી આક્રમક વલણ અપનાવનારા સિદ્ધૂ હાલ શાંત છે. જલ્દી તેમની ભાજપમાં વાપસી થવાની સંભાવના છે.
નવજોતસિંહ સિદ્ધૂની ગણતરી રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીના નિકટવર્તી લોકોમાં થાય છે. પંજાબમાં વિધાનસભા ચૂંટણી દરમિયાન સિદ્ધૂ અને કોંગ્રેસ હાઈકમાન્ડ વચ્ચે કડવાશ પેદા થઈ હતી રાહુલ અને પ્રિયંકા ગાંધી સાથે સંબંધો હોવા છતાં સિદ્ધૂનું પંજાબ કોંગ્રેસમાં કંઈ ચાલ્યું નહીં. તેના પછી તેઓ કોંગ્રેસ હાઈકમાન્ડથી નારાજ ચાલી રહ્યા હતા. ભાજપના નેતાઓએ પણ આની પુષ્ટિ કરી છે કે સિદ્ધૂ ભાજપના સંપર્કમાં છે અને લોકસભા ચૂંટણીને લઈને જલ્દીથી નિર્ણય લઈ શકે છે. ભાજપ સિદ્ધૂને અમૃતસર લોકસભા બેઠક પરથી ફરી એકવાર ચૂંટણી મેદાનમાં ઉતારે તેવી શક્યતા છે.
તો ભૂતપૂર્વ ક્રિકેટર યુવરાજસિંહના ભાજપમાં સામેલ થવાની અટકળો પણ તેજ છે. ભાજપ તેમને પંજાબના ગુરુદાસપુરથી ચૂંટણી મેદાનમાં ઉતારે તેવી શક્યતા છે. ગુરુદાસપુરથી સની દેઓલ સાંસદ છે. થોડા દિવસો પહેલા ગુરુદાસપુરમાં સની દેઓલના ગાયબ થવાના પોસ્ટર લાગ્યા હતા. સંસમાં પણ તેમની હાજરી ઘણી ઓછી રહી છે.
સૂત્રોનું કહેવું છે કે ભાજપ ગુરુદાસપુરથી કોઈ નવા ચહેરાની તલાશમાં હતું. યુવરાજસિંહના નામને લઈને પાર્ટીમાં ચર્ચા ઘણી તેજ છે. તેના પહેલા ભાજપના વિનોદ ખન્ના પણ અહીંથી સાંસદ રહી ચુક્યા છે. તેઓ બેઠક પરથી ગત ઘણી ચૂંટણીઓથી સેલેબ્રિટી જ ચૂંટણી જીતતી રહી છે.