- બુંદેલખંડ એક્સપ્રેસ વે વરસાદ પડતા જ ઘોવાયો
- સમગ્ર રસ્તાઓ પર પડ્યા ખાડાઓ
- આ માર્ગનું થોડા દિવસ પહેલા જ પીએમ મોદીએ કર્યું હતું ઉદ્ધાટન
દિલ્હીઃ- તાજેતરમાં જ બુંદેલખંડ એક્સપ્રેસવેનું દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્ત ઇદ્ધાટન કરવામાં આવ્યું હતું જો કે અતિભારે વરસાદના કારણે નવનિર્માણ માર્ગ ઘોવાયેલો જોવા મળી રહ્યો છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે ઉદ્ઘાટનના 5 દિવસમાં તે અનેક જગ્યાએથી બિસ્માર હાલતમાં નજરે પડી રહ્યો છે. અબજો રૂપિયા પાણીની જેમ વહાવીને બનાવવામાં આવેલ બુંદેલખંડ એક્સપ્રેસ વેનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 16 જુલાઈના રોજ જાલૌન જિલ્લાના કેથેરી ખાતે કર્યું હતું. આ જ બુંદેલખંડ એક્સપ્રેસ વેની વાસ્તવિકતા થોડા દિવસોમાં જ સામે આવી ગઈ છે.
ઉલ્લેખનીય છે કે વિતેલા દિવસે સાંજના વરસાદની વચ્ચે બુંદેલખંડ એક્સપ્રેસ વે પર ઠેર-ઠેર પાણી ભરાયા હતા અને રસ્તાઓ ઠેર ઠેરથી ધોવાયા છે.ઉલ્લેખનીય છે કે બુંદેલખંડને નવી ઓળખ આપવા માટે બુંદેલખંડ એક્સપ્રેસ વે બનાવવામાં આવ્યો છે. આ બુંદેલખંડ એક્સપ્રેસ ચિત્રકૂટના ભરતકુપથી શરૂ થાય છે અને ઇટાવાના કુદરેલ ખાતે મળે છે.
એક્સપ્રેસ વે પરનો રસ્તો લોન્ચ થયાના પહેલા અઠવાડિયામાં જ તૂટી ગયો છે. રોડ પર બે ફૂટ ઊંડો ખાડો હતો, જેમાં બુધવારે એક કાર ફસાઈ ગઈ હતી અને નુકસાન થયું હતું. ક્ષતિગ્રસ્ત રોડને રિપેર કરવા માટે જેસીબી મશીન આવી ગયું છે. આ ઘટના બાદ ખળભળાટ મચી ગયો છે, અધિકારીઓએ તપાસના આદેશ આપ્યા છે. લોકો સોશિયલ મીડિયા પર એક્સપ્રેસ વેની ગુણવત્તા પર પણ સવાલ ઉઠાવી રહ્યા છે.
જલોન તહસીલ વિસ્તારના છિરિયા સલેમપુર પાસે બુંદેલખંડ એક્સપ્રેસ વેનો રસ્તો તૂટી ગયો. છેલ્લા 5 દિવસમાં આ એક્સપ્રેસ વે પર 4 લોકોના મોત પણ થયા છે. તે જ સમયે બુધવારે રાત્રે એક કાર અને બાઇકનો પણ અકસ્માત થયો હતો. લોકોએ તેનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો. આ પછી, યુપેડાના અધિકારીઓ અને વહીવટી અધિકારીઓમાં હલચલ મચી ગઈ હતી