- મંદિરને દાનમાં મળેલી ચલણી નોટોથી કરાયો શણગાર
- ચલણી નોટોથી કરેલા શણગારથી ભક્તો પણ આશ્ચર્ય ચકિત થયાં
- મંદિરમાં નવરાત્રિ મહોસત્વની કરાઈ રહી છે ઉજવણી
તેલંગણાના મહેબૂબનગર જિલ્લામાં આવેલા કન્યકા પરમેશ્વરી દેવીના મંદિર નવરાત્રિના પાંચમાં નોરતેદાનમાં મળેલી રકમથી માતાજીની મૂર્તિ અને મંદિરને શણગારવામાં આવ્યું છે. માતાજીની મૂર્તિને મહાલક્ષ્મી દેવીના રૂપમાં સજાવવામાં આવ્યાં હતા. માતાજીની મૂર્તિ અને મંદિરને રૂ. 4.44 કરોડની ચલણી નોટોથી શણગારવામાં આવ્યાં હતા. આ નોટોમાં 2000, 500,200, 100, 50 અને 10 રૂપિયાની નોટ ઉપયોગમાં લેવામાં આવી છે. આ નોટોના સુંદર ફૂલ અને માળા બનાવામાં આવી હતી. એટલું જ નહીં મંદિરની દિવાલો પર પણ લગાવામાં આવી છે. કન્યકા પરમેશ્વરી દેવીના મંદિરની ભવ્યતા જોઈ સૌ કોઈ મંત્રમુગ્ધ બની ગયા હતા. હકીકતમાં જોઈએ તો, અહીંના મંદિરમાં દર વર્ષે લાખો રૂપિયાનું દાન આવે છે અને આ રૂપિયાને મંદિરને ભવ્ય રીતે સજાવામાં આવ્યું હતું. મંદિરનો કરાયેલો શણગારને નિહાળવા માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યાં હતા.