Site icon Revoi.in

નવરાત્રિ મહોસત્વઃ રાજકોટમાં રામ રાસ સ્ટેપ જમાવશે આગવુ આકર્ષણ

Social Share

અમદાવાદઃ નવરાત્રિને ગણતરીના દિવસો જ બાકી રહ્યાં છે, બીજી તરફ યુવાનોમાં નવરાત્રિને લઈને થનગનાટ જોવા મળી રહ્યો છે, યુવાનો હાલ ગરબાની પ્રેક્ટીસ કરી રહ્યાં છે. દરમિયાન રાજકોટમાં આ વખતે ગરબાના અનોખા સ્ટેપ જોવા મળશે. રાજકોટમાં ચાલુ વર્ષે યુવાનો દ્વારા રામ રાસ સ્ટેપથી ધૂમ મચાવવાની તૈયારીઓ કરી રહ્યાં છે. સૌરાષ્ટ્રની આર્થિક રાજધાની ગણાતા રાજકોટમાં દર વર્ષે ધામધૂમથી નવરાત્રિ મહોસત્વની પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવે છે.

રાજકોટમાં યુવાનો રામ રાસ સ્ટેપની પ્રેક્ટીસ કરી રહ્યાં છે. જે ભગવાન શ્રી રામજીની પૂજાથી પ્રેરિત હોવાનું મનાઈ રહ્યું છે તેમજ આ સ્ટેપ હાલ રાજકોટમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. તેમજ નવરાત્રિ મહોત્સવમાં રામ રાસ સ્ટેપ ભારે આકર્ષણ જમાવશે. રામ રાસ સ્પેટની પ્રેક્ટીક કરતા યુવાનો વિશેષ ડ્રેસ કોડનું પણ પાલન કરી રહ્યાં છે.

રામ રાસ સ્પેટની પ્રેક્ટીસ કરતી એક યુવતે જણાવ્યું હતું કે, આ વખતે નવરાત્રિમાં અમે ભગવાન શ્રી રામજીથી પ્રેરણા લઈને ગરબા સ્ટેપ લઈને આવીશું. અમારો સનાત ધર્મ દુનિયાભરમાં ફેલાયો છે. એટલે અમે માનીએ છીએ કે, આશારમાં શોર મચે છે અને સમુદ્ર પણ પોતાનો કિનોરો છોડી દે છે જ્યારે જય શ્રી રામનો નારો લાગે છે અને દુનિયા પણ હચમચી જાય છે.

નવરાત્રિ મહોત્સવને લઈને ગરબા આયોજકો પણ તૈયારીઓમાં લાગ્યાં છે, તેમજ ખેલૈયાઓને કોઈ અસુવિધા ન પહોંચે તેને ધ્યાનમાં રાખીને વિશેષ આયોજન કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત વિવિધ સોસાયટીઓમાં પણ શેરી ગરબાને લઈને તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.