ગુજરાતમાં નવરાત્રિ જામી, બુધવારે દશેરાની ઉજવણી કરાશે
અમદાવાદઃ ગુજરાતમાં હાલ નવરાત્રિ પર્વની ધામધૂમથી ભક્તિના માહોલમાં ઉજવણી કરવામાં આવી રહી છે. સોમવારે સમગ્ર રાજ્યમાં ધાર્મિક માહોલમાં આઠમની ઉજવણી કરવામાં આવશે. જ્યારે બુધવારે વિજ્યાદશમીની ઉજવણી કરવામાં આવશે. રાજ્યમાં અમદાવાદ સહિત અનેક શહેરોમાં દશેરાની ઉજવણીને લઈને રાવણદહનનું આયોજન કરવામાં આવ્યું છે.
માઁ જગદંબાની આરાધના-સાધનાનું છઠ્ઠું નોરતું છે. સોમવારે હવનાષ્ટમી, મંગળવારે નવમું નોરતું તથા તા.5મીના બુધવારે વિજયાદશમી દશેરા પર્વ ઉજવાશે. અમદાવાદ શહેર અને જિલ્લામાં પાર્ટી પ્લોટ, કબલ, સોસાયટી અને શેરીઓમાં ગરબાની રમઝટ બોલાવવામાં આવી રહી છે. મોડી રાત સુધી ખેલૈયાઓ ગરબાની રમઝટ બાલાવી રહ્યાં છે. બીજી તરફ સુરક્ષાને લઈને પોલીસ દ્વારા સઘન પેટ્રોલીંગ અને ચેકીંગ કરવામાં આવી રહ્યું છે.