નવરાત્રિઃ યુવતીઓની છેડતી કરનારા રોમિયોને ઝડપી લેવા માટે પોલીસે બનાવી શી-ટીમ
અમદાવાદઃ રાજ્યમાં કેટલીક છુટછાટ સાથે રાજ્ય સરકારે શેરી ગરબાને મંજૂરી આપી છે. બીજી તરફ યુવાધન પણ નવરાત્રિની ઉજવણીની ખરીદીમાં વ્યસ્ત બન્યું છે. બીજી તરફ મહિલાઓની સુરક્ષા માટે મહિલા પોલીસ એક્શન પ્લાન ધડી દીધો છે. ગરબા સ્થળો ઉપર રોમિયોને પકડવા પોલીસ ટ્રેડિશનલ ડ્રેસમાં વોચ કરશે.
પ્રાપ્ત માહિતી અનુસાર શેરી ગરબામાં 400 લોકો હાજર રહી શકશે તેવી મજૂરી આપી છે. જ્યારે નવરાત્રી ના પર્વ દરમિયાન કાયદો અને વ્યવસ્થા ની પરિસ્થિતિ જળવાય રહે તેવુ આયોજન કરવામાં આવ્યું છે. નવરાત્રીમાં મહિલાઓની સુરક્ષાને લઈને શહેર તમામ પોલીસ સ્ટેશનની અલગ અલગ શી-ટિમ તૈનાત રહેશે. જે શેરી ગરબામાં ખાનગી રાહે વોચ કરશે અને મહિલા પોલીસ પણ રોમિયો પર વોચ રાખશે..
મહિલા પોલીસ દ્વારા શહેર માં યોજાતા શેરી ગરબાની વિગતો એકઠી કરવામાં આવી રહી છે અને આ તમામ જગ્યા એ પોલીસ દ્વારા ખાનગી પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યુ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકારે નવરાત્રિના મહોત્સવની ઉજવણીને ધ્યાનમાં રાખીને રાતના 12 કલાક સુધી શેરી ગરબાની મંજૂરી આપવામાં આવી છે. આ ઉપરાંત કોરોનાનું સંક્રમણ ના ફેલાય તે માટે સરકારી ગાઈડલાઈનનું પાલન કરવાનું રહેશે.