અંબાજીઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ ગણાતા અંબાજી મંદિરમાં નવરાત્રિ મહોત્સવ આનંદોલ્લાસથી ઊજવવામાં આવશે. મદિર નજીક ચાચર ચોકમાં નવરાત્રી ગરબાનું આયોજન કરવામાં આવ્યુ છે. નવરાત્રી દરમિયાન માતાજીના દર્શન માટે મોટી સંખ્યમાં યાત્રાળુઓ આવતા હોય છે. ત્યારે યાત્રાળુઓને કોઈ મુશ્કેલી ન પડે તે માટેનું આયોજન કરવામાં આવ્યું છે. નવરાત્રિ દરમિયાન અંબાજી મંદિરમાં દર્શન અને આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. એકમથી સવારે 7.30 થી 8.00 વાગ્યા સુધી અને સાંજે 6.30 થી 7 વાગ્યા સુધી આરતી થશે.
નવલી નવરાત્રીના પર્વને હવે ગણતરીમા દિવસો બાકી છે ત્યારે શક્તિ આરાધનાને લઈને માઈ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જો કે, આ દરમિયાન સુપ્રસિદ્ધ માં અંબાજીના મંદિરમાં આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આસો નવરાત્રીને લઈ અંબાજી મંદિરમાં દર્શન અને આરતીના સમયમાં ફેરફાર કર્યો છે. નવરાત્રિના દિવસો દરમિયાન માં અંબાના ધામમાં મોટી સંખ્યામાં માઈ ભક્તો આવતા હોય છે. તેથી માઈ ભક્તોને પૂજા-અર્ચના કે દર્શન માટે કોઈ મુશ્કેલી ન પડે તે માટે મંદિર ટ્રસ્ટ દ્વારા દર્શનના સમયમાં વધારો કરીને વિશેષ આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં આસો સુદ એકમથી સવારે 7.30 થી 8 અને સાંજે 6.30 થી 7 વાગ્યે થશે આરતી, સવારે 8 થી 11.30 બપોરે 12.30 થી 4.15 સાંજે 7 થી 9 વાગ્યા સુધી માતાજીના દર્શન કરી શકાશે. માતાજીને બપોરે 12 વાગ્યે રાજભોગ ધરાવાશે, તેમજ આસો સુદ એકમને સવારે 9 થી 10.30 સુધી ઘટ સ્થાપન વિધિ થશે, આસો સુદ આઠમને સવારે 6 વાગ્યે આરતી થશે આસો સુદ આઠમને સવારે 11.46 વાગ્યે ઉત્થાપન વિધિ થશે, આસો સુદ દશમ ને સાંજે 5 વાગ્યે વિજયા દશમી પૂજન થશે, આસો સુદ પૂનમ ને સવારે 6 વાગ્યે આરતી થશે.