Site icon Revoi.in

નૌસેનાએ ઈઝરાયલને ‘સ્મૈશ- 2000 પ્લસ’નો આપ્યો ઓર્ડર – રાઈફલ પર સજ્જ થઈને દુશ્મનોના ડ્રોનનો કરશે ખાતમો

Social Share

દિલ્હીઃ- ભારતીય નૌસેનાએ ઇઝરાઇલને દુશ્મનનો નાના નાના ડ્રોનનો ખાતમો કરવા માટે મર્યાદિત સંખ્યામાં ‘સ્મેશ -2000 પ્લસ’નો ઓર્ડર આપ્યો છે આપ્યો છે. આ એન્ટી ડ્રોન હથિયાર કોમ્પ્યુટરાઇઝ્ડ ફાયર કંટ્રોલ અને ઇલેક્ટ્રો-ઓપ્ટિક સાઇટ સિસ્ટમ્સથી સજ્જ છે. જેને બંદૂક અને રાઇફલની ઉપર ફીટ કરી શકાય છે. આ પ્રકારના હથિયારો પર તેને તૈનાત કર્યા બાદ તેની મદદથી દિવસમાં અથવા રાતના સમયે કોઈ પણ પ્રકારના નાના ડ્રોનને હવામાં જ નષ્ટ કરી શકાય છે.

નૌસેનાના જણાવ્યા પ્રમાણે, સ્મેશની મદદથી દુશ્મન દેશના ડ્રોન અને એટેક વિશે પણ માહિતી પ્રાપ્ત કરી શકાશે,. આવતા વર્ષ સુધીમાં સિસ્ટમની પ્રથમ ડિલિવરી થવાની સંભાવનાઓ છે. ઉલ્લેખનીય છે કે, હાલના સમયમાં, ઘણા ડ્રોન પાકિસ્તાન સાથેની પશ્ચિમ સરહદે ઉડતા જોવા મળ્યા છે.

મળતી માહિતી પ્રમાણે એક સ્મૈશની કિમંત 10 લાખ રુપિયા છે, જેને રાઇફલ પર સજ્જ કરવામાં આવે છે,તેની મદદથી નાના અને ખુબજ ઝડપની ગતિથી મૂવમેન્ટ કરનાના ડ્રોનનો હવામાં જ ખાતમો કરી શકવાની ક્ષમતા છે. 120 કિલો મીટરના અંતરથી ડ્રોનનો નાશ કરવાની ક્શમતા એ સ્મૈશ સિસ્ટમ ઘરાવે છે.

ઉલ્લેખનીય છે કે,નાના ડ્રોન હાલના સમયમાં સૈન્ય માટે એક મોટો ખતરો બનીને રહ્યા છે. ખાસ કરીને જ્યારે ઘણા નાના ડ્રોન એક સાથે સરહદ તરફ આગળ વધી રહ્યા હોય ત્યારે જોખમ વધે છે. ત્યારે હવે આ પ્રકારના જોખમને ટાળવા માટે ‘સ્મૈશ- 2000 પ્લસ’ ખુબજ મદદગાર સાબિત થશે, જેના થકી નાના ડ્રોનનો ખાતમો કરી શકાશે.

સાહિન-