નવી દિલ્હી: વિનાશકારી વાવાઝોડા તાઉ-તેના કારણે મહારાષ્ટ્રથી લઈને ગુજરાત સુધી તબાહી મચી છે. અલગ અલગ વિસ્તારોમાં તોફાન વચ્ચે ફૂંકાયેલા પવન અને વરસાદે પણ ખુબ કહેર મચાવ્યો. મુંબઈમાં પણ ખુબ નુકસાન થયું છે. સાઈક્લોન દરમિયાન કુલ 4 , એસઓએસ કોલ આવ્યા હતાં જ્યાં હજુ પણ નેવી અને કોસ્ટ ગાર્ડ ઓપરેશન કરી રહ્યા છે. તોફાનના કારણે બાર્જ P305 જહાજ સમુદ્રમાં ફસાયેલું હતું જેમાં કુલ 273 લોકો સવાર હતા.આ જહાજમાં કુલ 273 લોકો સવાર હતા. જેમાં ફસાયેલા લોકોને બચાવવા માટે આઈએનએસ કોચ્ચિ અને આઈએનએસ કોલકાતા યુદ્ધ નૌકાઓ સાથે બીજા સપોર્ટ વેસલની મદદ લેવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં 177 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે.
તાઉ-તે વાવાઝોડાએ મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ખૂબ નુકશાન કર્યું છે. મુંબઈ નજીક વાવાઝોડાને લીધે દરિયો ગાંડોતૂર બનતા બાર્જ-પી 305 સમુદ્રમાં ફસાતા નેવીની મદદ લેવામાં આવી છે.બાર્જ Gal Constructor પર કુલ 137 લોકો સવાર હતા. ફસાયેલા લોકોને બચાવવા માટે ઈમરજન્સી ટોઈંગ વેસલ વોટર લિલિ અને બે સપોર્ટ વેસલ સાથે કોસ્ટગાર્ડની CGS સમ્રાટ પણ પહોંચ્યું છે. ઉપરાંત ઓઈલ રિગ સાગર ભૂષણ પર કુલ 1010 લોકો ફસાયેલા છે. તેમને બચાવવા માટે આઈએનએસ તલવાર રવાના થયું કરાયું હતું. જ્યારે બાર્જ SS-3 પર 196 લોકો સવાર છે. હાલ પિપલાવ પોર્ટની 50 NM દક્ષિણ પૂર્વમાં તે હાજર છે. હવામાન ચોખ્ખુ થતા જ ફસાયેલા લોકોને બચાવવા અને SAR ઓપરેશન માટે નેવીના P 81 નિગરાણી એરક્રાફ્ટ અને હેલિકોપ્ટરની મદદ લેવામાં આવશે.