6 જાન્યુઆરીના રોજ નૌસેના ગોવા ખાતે INS વિક્રાંત માટે રાફેલ-મરીન ફાઈટર જેટનું કરશે પરિક્ષણ
- નૌસેના રાફેલ-મરીન ફાઈટર જેટનું કરશે પરિક્ષણ
- 6 જાન્યુઆરીથી સંચાલન થશે શરુ
દિલ્હીઃ- દેશની ત્રણેય સેનાઓ રેક મોર્ચે સુવિધાઓથી સજ્જ બની રહી છે,કેન્દ્રની સરકાર ત્રણેય સેનાઓને અડીખમ રાખવા અનેક મોર્ચે કાર્ય કરી રહી છે ત્યારે હવે ભારતના પ્રથમ સ્વદેશી એરક્રાફ્ટ કેરિયર વિક્રાંતનું સમુદ્રી પરીક્ષણ ચાલૂ કરવામાં આવી રહ્યું છે. યુદ્ધ જહાજનું અરબી સમુદ્ર અને હિંદ મહાસાગરમાં સઘન સમુદ્રી પરીક્ષણ ચાલી રહ્યું છે. ભારતીય નૌકાદળને તે ઓગસ્ટ 2022માં મળશે.જો કે આ પહેલા રાફેલ-એમ જેટનું પરીક્ષણ કરશે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે ભારતીય નૌકાદળ 6 જાન્યુઆરીએ ગોવામાં રાફેલ-મરીન ફાઇટર જેટનું ફ્લાઇટ પરીક્ષણ કરશે. કોચીન શિપયાર્ડ લિમિટેડે આ બાબતને લઈને કહ્યું છે કે તે તેને એપ્રિલ 2022માં ભારતીય નૌકાદળને સોંપશે. ઘાતક શસ્ત્રોથી સજ્જ આ યુદ્ધ જહાજના આવવાથી હિંદ મહાસાગરમાં ભારતની તાકાત ચોક્કસપણે બમણી થશે.
આ માહિતીથી માહિતીગાર અધિકારીઓ એ જણાવ્યું હતું કે રાફેલ-એમ ફાઇટર એરક્રાફ્ટને આઈએનએસ હંસામાં 283-મીટર મોક-અપ સ્કી જમ્પ સુવિધામાં લગભગ 12 દિવસ સુધી સઘન ટ્રાયલના માધ્યમથી રાખવામાં આવશે. આ ફાઇટર એરક્રાફ્ટ IAC-1 માટે શ્રેષ્ઠ અનુકુળ છે કે કેમ તેની માહિતી આપશે. રાફેલ એમ ફાઇટર એ ફ્રેન્ચ ચાર્લ્સ ડી ગોલ એરક્રાફ્ટ કેરિયર માટે મુખ્ય શસ્ત્ર પ્રણાલી છે