Site icon Revoi.in

નૌસેનાની તાકાત થશે બમણી –  પાણીની અંદરથી પણ સર્જિકલ સ્ટ્રાઈક કરી શકાય  તેવા 2 ઘાતક યુદ્ધ જહાજોનું 17મે ના રોજ રક્ષામંત્રી કરશે ઉદ્ધાટન

Social Share

દિલ્હીઃ- ભારત દેશની ત્રણેય સેનાઓ ઘણી મજબૂત બનતી જઈ રહી છે,વૈશ્વિક સ્તરે હવે ભારતની સેનાના વખામ થી રહ્યા છએ આવી સ્થિતિમાં ભારતીય નૌસેનાની તાકાત બમણી થવા જઈ રહી છે ત્યારે હવે રિયામાં ભારતીય નૌકાદળની તાકાત વધવા જઈ રહી છે. 

દેશના રક્ષા મંત્રી રાજનાથ સિંહ 17 ​​મેના રોજ ભારતીય નૌકાદળના બે ફ્રન્ટલાઈન યુદ્ધ જહાજોનું ઉદ્ઘાટન કરશે. આ યુદ્ધ જહાજો ‘સુરત’ અને ‘ઉદયગીરી’ છે. સુરત એ 15B ડિસ્ટ્રોયર પ્રોજેક્ટનું યુદ્ધ જહાજ છે અને ઉદયગીરી એ 17A ફ્રિગેટ પ્રોજેક્ટનું યુદ્ધ જહાજ છે. તે P17 ફ્રિગેટનું સુધારેલ શસ્ત્રો અને સેન્સર્સ અને પ્લેટફોર્મ મેનેજમેન્ટ સિસ્ટમ સાથેનું અપગ્રેડેડ વર્ઝન છે. તેમનું ઉદ્ઘાટન મુંબઈમાં મઝાગોન ડોક્સ લિમિટેડ ખાતે કરવામાં આવશે.

સૂરત પ્રોજેક્ટ 15B ડિસ્ટ્રોયર્સનું ચોથું જહાજ છે જે પી15ઓ ડિસ્ટ્રોયર્સ નું અપગ્રેડેડ વર્ઝન છે અને તેને ગુજરાતની વ્યાપારી રાજધાની નામ આપવામાં આવ્યું છે. આ યુદ્ધ જહાજ રડાર ડોજિંગ સિસ્ટમથી સજ્જ છે. જેના વડે પાણીની અંદર પણ પાકિસ્તાન પર સર્જિકલ સ્ટ્રાઈક કરવામાં મદદ મળશે. ઉદયગીરી તેમના પ્રોજેક્ટનું ત્રીજું જહાજ છે અને તેનું નામ આંધ્ર પ્રદેશની એક પર્વતમાળા પરથી રાખવામાં આવ્યું છે.

ભારતીય નોસેનાના એક અધિકારીએ કહ્યું કે દેશ સ્વદેશી યુદ્ધ જહાજના નિર્માણના ઇતિહાસમાં એક ઐતિહાસિક ઘટનાનો સાક્ષી બનશે. અધિકારીએ જણાવ્યું હતું કે સુરતનું જહાજ બ્લોક કન્સ્ટ્રક્શન પદ્ધતિનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યું છે, જેમાં બે અલગ-અલગ ભૌગોલિક સ્થળો પર સ્ટ્રક્ચર્સનું બાંધકામ સામેલ છે.આ વર્ગના પ્રથમ જહાજને 2021માં નેવીમાં સામેલ કરવામાં આવ્યું હતું.