Site icon Revoi.in

બિહારમાં નક્સલીઓનો હુમલોઃ રેલવે સ્ટેશન ઉપર કબ્જો જમાવીને રેલ વ્યવહાર અટકાવ્યો

Social Share

દિલ્હીઃ બિહારમાં નક્સલ પ્રભાવિત જમુઈ જિલ્લામાં મોટી નક્સલી ઘટના બની છે. અહીં બે ડઝનથી વધારે માઓવાદી-નક્સલવાદીઓએ પટના-હાવડા રેલ માર્ગ પર ચૌરા સ્ટેશન ઉપર કબજો જમાવ્યું હતું. તેમજ ટ્રેન વ્યવહારને અટકાવી દીધો હતો. ભાગલપુર સહિતના પૂર્વીય બિહારમાં નક્સલી હુમલા અંગે ઈનપુટ મળ્યાં હોવાથી પોલીસ એલર્ટ હોવાના દાવા કરવામાં આવ્યાં હતા. દરમિયાન આ ઘટના સામે આવી છે.

સુત્રોના જણાવ્યા અનુસાર તા. 29મી જુલાઈથી 3 ઓગસ્ટ વચ્ચે મરાયેલા પોતાના સાથીઓની યાદમાં નકસલીઓ શહીદ સપ્તાહ ઉજવી રહ્યાં છે. દરમિયાન સવારના સમટે સ્ટેશન ઉપર નક્સલિયો હથિયાર સાથે પહોંચ્યાં હતા. તેમજ રેલવે સ્ટેશનમાં ફરજ બજાવતા કર્મચારીઓને બંધક બનાવ્યાં હતા. તેમજ કલાકો સુધી રેલ વ્યવહારને અટકાવી દીધો હતો.

આ ઘટનાની જાણ થતા પોલીસ અને અર્ધ લશ્કરી દળની ટુકડીઓ ઘટના સ્થળ પર દોડી ગઈ હતી. જો કે, પોલીસ અને સુરક્ષા જવાનો પહોંચે તે પહેલા જ નક્સવાદીઓ ફરાર થઈ ગયા હતા. તે પછી રેલ વ્યવહાર પુનઃ શરૂ થયો હતો. સ્ટેશન માસ્ટરે ઉચ્ચ અધિકારીઓને જણાવ્યું હતું કે, નક્સવાદીઓએ રેલ વ્યવહાર અટકાવ્યો હતો. નક્સલવાદીઓએ રેલવે સ્ટેશનને બોમ્બથી ઉડાવી દેવાની પણ ધમકી આપી હતી.

પૂર્વ બિહારમાં નક્સલિયોની સક્રિયતા વધી છે નક્સવાદીઓના બે જૂથ પુયી-બિહાર પૂર્વોત્તર ઝારખંડ સ્પેશિયલ એરિયા કમિટીના ડેપ્યુટી કમાન્ડર અર્જુન કોડા અને બલીક્ષર કોડા એક થયા બાદ ભાગલપુર રેલવે સ્ટેશન, બરિયાપુર રેલવે સ્ટેશન અને જમુઈ પોલીસ કેન્દ્રને ઉડાવવાનું કાવતરુ રચવામાં આવ્યું હોવાની ગુપ્તચર વિભાગને હિતી મળી હતી. જેથી પોલીસને એલર્ટ કરવામાં આવી હતી. તેમજ છતા આ ઘટના બનતા પોલીસની કામગીરી પણ સવાલો ઉભા થયાં છે.