- ભણેલો-ગણેલો નક્સલી કમાન્ડર થયો ઠાર
- 50 લાખનું હતું તેના પર ઈનામ
- મહારાષ્ટ્ર પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર
મુંબઈ :નક્સલ કમાન્ડર દીપક તેલતુમ્બડે ઉર્ફે મિલિંદ બાબુરાવ તેલતુમ્બડે માઓવાદીઓનો સૌથી વરિષ્ઠ કાર્યકર્તાઓમાંનો એક હતો. તે મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને છત્તીસગઢ ઝોનના વિશેષ ક્ષેત્ર સચિવ હતો. નક્સલવાદી નેતાને નવો વિસ્તાર બનાવવાનું કામ સોંપવામાં આવ્યું હતું. હવે તેમનો મહારાષ્ટ્ર પોલીસે ખાત્મો બોલાવી દીધો છે. મહારાષ્ટ્ર પોલીસના C-60 કમાન્ડોએ આજે ગઢચિરોલીમાં 27 નક્સલવાદીઓને ઠાર કર્યા છે.
સૂત્ર દ્વારા આપવામાં આવેલી જાણકારી અનુસાર માર્યા ગયેલા નક્સલવાદીઓમાં નક્સલવાદી કમાન્ડર દીપક તેલતુમ્બડે ઉર્ફે મિલિંદનો પણ સમાવેશ થાય છે. જોકે હજુ સુધી તેના મૃત્યુની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
દીપક સુશિક્ષિત નક્સલવાદી હતો. 18 મેના રોજ, છત્તીસગઢ પોલીસને ગુપ્તચર અધિકારીઓ પાસેથી માહિતી મળી હતી કે દીપક તેલતુમ્બડે મધ્યપ્રદેશના મંડલા જિલ્લાના જંગલોમાં કેટલાક ગ્રામજનોને મળ્યો હતો. પોલીસે તરત જ દીપકને શોધવા કાર્યવાહી શરૂ કરી હતી. પરંતુ પાછળથી ખબર પડી કે તેને આ માહિતી એક દિવસ મોડી મળી હતી.
તેને નક્સલવાદીઓ માટે સરળ માર્ગ અને વરિષ્ઠ નેતાઓ માટે સલામત સ્થળ બનાવવાનું કામ સોંપવામાં આવ્યું હતું. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે દીપક તેલતુમ્બડે માઓવાદીઓ માટે સતત એમએમસી વિસ્તારોની મુલાકાત લેતો હતો. તેણે MMCના વિસ્તારા દલમ નામના કમાન્ડો યુનિટ માટે લગભગ 200 સ્થાનિકોની ભરતી પણ કરી હતી.