હિન્દુઓની ધાર્મિક લાગણી દુભાવવાના કેસમાં પકડાયેલા નજર મોહમ્મદનું પાકિસ્તાન કનેકશન ખૂલ્યું
ભોપાલઃ મેરઠમાં સોશિયલ મીડિયા ઉપર હિન્દુ દેવી-દેવતાઓને લઈને અયોગ્ય પોસ્ટ કરીને ધાર્મિક લાગણી દુભાવવાના કેસમાં પોલીસે ઝડપેલા નજર મોહમ્મદ ઉર્ફે બાદશાહનો એક પાકિસ્તાની નાગરિક સાથેનો ફોટો વાયરલ થતા ખળભળાઠ મચી ગયો પાકિસ્તાની શક્સના હાથમાં એકે-47 રાઈફલ જોવા મળે છે. જેથી આ અંગે પણ પોલીસે ઉંડાણપૂર્વકની તપાસ આરંભી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર મેરઠના ભાવનપુર વિસ્તારમાં રહેતો નજર મોહમ્મદ ઉર્ફે બાદશાહ સોશિયલ મીડિયા ઉપસ અવાર-નવાર હિન્દુ દેવી-દેવતાને લઈને ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચે તેવી વાંધાજનક પોસ્ટ કરે છે. જેનો હિન્દુ સંગઠનો દ્વારા વિરોધ કરીને પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી. જેથી પોલીસે તેની ધરપકડ કરીને તપાસ આરંભી છે.
પોલીસે જ્યારે આરોપીના ફેસબુકમાં તપાસ કરી તો અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યાં હતા. નજર મોહમ્મદનો પાકિસ્તાની શખ્સ ઈબ્રાહીમ સાથેનો ફોટો મળી આવ્યો હતો. એટલું જ નહીં ઈબ્રાહીમના હાથમાં એકે-47 રાઈફલ જોવા મળે છે. આ ફોટો સોશિયલ મીડિયામાં ઈબ્રાહીમે પોસ્ટ કરી હતી. જ્યારે નજર મોહમ્મદે તેને શેયર કરી હતી. ઈબ્રાહીમનો વેશ જોઈને તે પ્રતિબંધિત આતંકવાદી સંગઠન સાથે સંકળાયેલો હોવાનું લાગી રહ્યું છે. જેથી સમગ્ર મામલાને વધારે ગંભીરતાથી લઈને પોલીસે આ દિશામાં પણ તપાસના ચક્રોગતિમાન કર્યાં છે. તેમજ નજરના કોઈ આતંકવાદી સંગઠન સાથે સંબંધ છે કે કેમ તેની પણ તપાસ શરૂ કરી છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં નજર મોહમ્મદ સાત વર્ષ સુધી સાઉદી અરબમાં રહ્યો હોવાનું સામે આવ્યું છે. સાઉદીમાં નજર ડમ્પર ચલાવતો હતો. અહીં ઈબ્રાહીમ તેનો રૂમ પાર્ટનર હતો. બંને વચ્ચે સાઉદી અરબમાં જ દોસ્તી થઈ હતી. અન્ય સુરક્ષા એજન્સીઓએ પણ સમગ્ર મુદ્દાને ગંભીરતાથી લઈને તપાસ શરૂ કરી છે.