- રિપોર્ટઃ-ખેડૂત કરતા બિઝનેસનેમ વધુ આત્મહત્યા કરી
- ચોંકાવનારા આંકડાઓ આવ્યા બહાર
કોરોના મહામારીમાં એવી વાતોએ જોરલપકડ્યું હતું કે દેશભરમાં સૌથી વધુ આત્નમહત્યા ખેડૂતોએ કરી છે, વર્ષ 2020 દરેક લોકો માટે ભયાનક સાબિત થયું છે,આ વર્ષમાં ઘણા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે,ઘણાએ આર્થિક સંકટમાંથી પસાર થવું પડ્યું છે, તો ઘણા લોકો હાલ પણ તેના મારમાંથી બહાર નથી આવી રહ્યા
તાજેતરમાં એક રિપોર્ટ જારી કરવામાં આવ્યો હતો, તે પ્રમાણે વર્ષ 2020માં ખેડૂતોએ જેટલી આત્મહત્યા કરી છે તેનાથી વધુ તો બિઝનેસમેનો એ વધુ આપઘાત કર્યો હોવાનો ઘસ્ફોટ કરવામાં આવ્યો છે,. આ સમગ્ર બાબતે નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યૂરોના ડેટાએ ખૂંબ જ ચોંકાવનારા આંકડાઓ જારી કર્યા છે.
દેશના ઘણા બધા ઉદ્યાગપતિઓ એ આર્થિક સ્થિતિ ખથળતા અને આર્થિક સંકટમાંથી પસાર થતા આત્મહત્યા કરી હોવાના સમાચાર સામે આવ્યા છે,પાછલા વર્ષે દેશભરમાં કોરોનાવાયરસની મહામારીને કારણે જેટલા લોકોના મૃત્યુ થયા હતા તેનાથી વધુ લોકોએ આત્મહત્યા કરી છે. એટલે કે ગયા વર્ષે દેશમાં કોરોનાથી થયેલા કુલ મોત થી વધુ મોતતો આત્મહત્યાના કારણે જ થયા છે.
આ સમગ્ર બાબતે વિસ્તૃત અહેવાલ નેશનલ ક્રાઈમ રેકોર્ડ પ્રમાણે જાણવા મળ્યો છે તેમણે જારી કરેલા આંકડાઓ પ્રમાણે વર્ષ 2020 માં 1 લાખ 53 હજાર લોકોએ આત્મહત્યા કરી લીધી હતી જ્યારે કોરોના મહામારીને કારણે મૃત્યુ પામનારા લોકોની સંખ્યા1 લાખ 49 હજાર હતી. વિતેલા વર્ષે દેશમાં આત્મહત્યાની જેટલી ઘટનાઓ બની છે તે પાછલા દસ વર્ષોની તુલનામાં સૌથી વધુ જોવા મળી છે.
મળતી માહિતી પ્રમાણે વિતેલા વર્ષે 37 હજાર 666 મજૂરોએ આત્મહત્યા કરી હતી. એજ રીતે ડેટા ના જણાવ્યા મુજબ મહિલાઓ કરતા પુરુષોની આત્મહત્યાની સંખ્યા વધુ રહી છે.આસાથે જ બેરોજગાર લોકો કરતા બિઝનેસમેનો અને નોકરીયાત વર્ગના લોકોએ વધુ પ્રમાણમાં આપઘાત કર્યો હોવાના ડેટા બરાહ આવ્યા છે જે મુજબ ખેડૂતો કરતા બિઝનેસમ લોકોએ વધુ આત્મહત્યા કરી છે.