- પીએમ મોદી અને એનસીપીના વડા શરદ પવારની થઈ મુલાકાત
- એક કલાક ચાલેલી આ બેઠક બાદ રાજકરણની ચર્ચાને મળ્યો વેગ
દિલ્હીઃ- રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના વડા શરદ પવાર વડા પ્રધાન નરેન્દ્ર મોદીને તેમના નિવાસ સ્થાને મળ્યા છે. આજે દિલ્હીમાં પીએમ મોદી અને શરદ પવાર વચ્ચેની યોજાયેલી આ અચાનક બેઠકને કારણે રાજકીય બજાર ગરમાયું છે, જો સૂત્રોની વાત માનવામાં આવે તો વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને શરદ પવાર વચ્ચેની આ બેઠક લગભગ 50 મિનિટ સુધી ચાલી હતી.આ બેઠકને કારણે અનેક ચર્ચાઓને વેગ મળ્યો છે.
પીએમ મોદી સાથે મળીલી આ બેઠકના ઘણા રાજકીય તારણો કાઢવામાં આવી રહ્યા છે, કારણ કે આ પહેલા શુક્રવારે કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહ અને પિયુષ ગોયલ પણ એનસીપીના વડા શરદ પવારને પણ મળ્યા હતા.આ બન્ને નેતાઓની મુલાકાત બાદ આજે યોજાયેલી પીએમ મોદી સાથેની શરદ પવારની મુલાકાત દેશમાં ચર્ચાનો વિષય બની છે.
આ સમગ્ર બાબતને લઈને વડા પ્રધાન નરેન્દ્ર મોદી કાર્યાલયે ટ્વિટ કરીને આ બેઠકની પુષ્ટિ કરી છે. પીએમઓએ ફોટો સાથે ટ્વિટ કર્યું છે અને લખ્યું છે કે, ‘રાજ્યસભાના સાંસદ શરદ પવાર નરેન્દ્ર મોદીને મળ્યા.’
ઉલ્લેખનીય છે કે,આ બેઠક એવા સમયે યોજાઈ છે જ્યારે કેટલાક દિવસો પહેલા એવી અટકળો ચાલી રહી હતી કે શરદ પવાર રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બની શકે છે. જો કે એનસીપીના વડાએ આ અટકળોને સાફ સાફ નકારી હતી , ત્યારે આવી સ્થિતિમાં યોજાયેલી આ બેઠકને કારણે, મહારાષ્ટ્રમાં નવા રાજકીય સમીકરણને લઈને પણ અટકળોનું બજાર ગરમાયું છે.
બન્ને નેતાઓની આ મુલાકાત બાદ રાજકીય વર્તુળોમાં અર્થપૂર્ણ તારણ કાઢવા માટેના કેટલાક કારણો છે,જેમાં એક કારણ એ છે કે, બીએમસીની ચૂંટણી થોડા દિવસોમાં મુંબઈમાં યોજાવાની છે, જ્યારે વિધાનસભા અધ્યક્ષની ચૂંટણી પણ મહારાષ્ટ્રમાં યોજાવાની તૈયારીમાં છે. આવી સ્થિતિમાં, આ બેઠક આ રાજકીય અટકળોને જોર આપી રહી છે.